Western Times News

Gujarati News

ચલોડાના હિરુભાઈ દ્વારા એક કરોડ 68 લાખ રૂપિયાનું દાન

વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા, કીર્તિ અને કલદાર કમાયા પણ પોતાના કૌટુંબીક ભારતીય સંસ્કાર પ્રમાણે જ્યારે પણ તક મળી છે ત્યારે કંઈક આપી છુટવાની ભાવના થી હિરુભાઈ કશીભાઈ પટેલે અંધજન મંડળમાં એમના માતૃશ્રી મણીબેન કશીભાઈ પટેલ ની યાદગીરીમાં ઇન્ટરવેન્શન એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર માટે એક કરોડ અને ૬૮ લાખ રૂપિયાનું માતબર રકમનું દાન કર્યું છે

આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા શ્રીમતી બિજલબેન પટેલ ,અંધજન મંડળના પ્રમુખ શ્રી પિયુષભાઈ દેસાઈ  તથા ચલોડા ગામ ના અગ્રણીઓ અને હિરુભાઈ ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંધજન મંડળના ડાયરેક્ટર શ્રી ભૂષણભાઈ પૂનાની જણાવે છે કે છેલ્લાં ૪૦ વર્ષમાં અંધજન મંડળ ને કોઈ એક વ્યક્તિ દ્વારા મળેલ રકમ અંધજન મંડળ ની સ્થાપના થી લઇ ને અત્યાર સુધી ના સમયગાળામાં આટલી મોટી રકમનું વ્યક્તિગત દાન મળેલ નથી! એક કરોડ અડસઠ લાખ રૂપિયાનું માતબર દાન, ચલોડા ગામના પનોતા પુત્ર શ્રી હિરુભાઇ એ એમનાં વ્હાલસોયા માતૃ શ્રી ની યાદગીરી માં આપી ને પોતાના કુટુંબ અને અમદાવાદ થી 30 કિલોમીટર દૂર ધોળકા નજીક આવેલા ચલોડા ગામનું નામ રોશન કર્યું છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.