Western Times News

Gujarati News

વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર તથા ઠેર ઠેર પાણી ભરાયા

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં ઔરંગા નદી કિનારે આવેલા કાશ્મીરા નગર, બંદર રોડ, હનુમાન ભાગડા અને વલસાડ પારડી વિસ્તારમાં પાણી ભરાયાહતા.જેને લીધે વહીવટી તંત્ર મોડી રાત થી સજાગ થઈ જવા હતું.

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે તમામ નદી નાળાઓ માં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું હતું. અને નદી ભયજનક સપાટીએ વહેતા નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ઔરંગા નદી કિનારે આવેલા કાશ્મીર નગર, બંદર રોડ, હનુમાન ભાગડા અને વલસાડ પારડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રે સજાયેલી પરિસ્થિતિ બાદ તાત્કાલિક તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી. અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી.

ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વટાવતા નદી કિનારાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઓરંગા નદીના પાણી શહેરના કશ્મીર નગર અને બરૂડિયાવાડ વિસ્તારમાં ઘુસતા ૩૫ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વરસાદ ની પળે પળ ની જાણકારી મેળવવા જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારી ઓ ખડેપગે હાજર રહ્યા હતા.

વલસાડ શહેરથી ખેરગામ સહિત ૪૦ ગામને જાેડતો ઔરંગા નદીનો બ્રિજ નદીના પાણીમાં ડૂબ્યો હતો. જેથીબ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે. ઔરંગા નદી મા ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઘોડાપૂરની સ્થિતિ શહેરના બંદર રોડ પાણી ભરાતા હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

વલસાડ મા ઓરંગા એ આફત મા કર્યો વધારો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ,જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર પડી રહ્યો છે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરંગા એ પોતાની સપાટી વટાવી,ઓરંગાએ ફરી એકવાર આફતમાં કર્યો છે

વધારો,વલસાડ શહેરના કાશ્મીર નગર, બંદર રોડ, તરીયાવાડ, હનુમાન ભાગડા, વલસાડ પારડી ના વિસ્તારોમાં ભરાયા પાણી, વહીવટી તંત્ર બન્યું સજાગ,નીચાણવાળા વિસ્તારોના રહીશોને સ્થળાંતર કરવા માટે આપઈ સૂચના, વલસાડના પ્રાંત અધિકારી, મામલતદાર પોલીસ સહિત નગરપાલિકાની ટીમ ખડે પગે તહેનાત હતી.

છેલ્લા ૨૪ કલાક માં જિલ્લા માં વરસેલ વરસાદ વલસાડ ૩.૪ ઇંચ,ધરમપુર ૨.૨ ઇંચ,પારડી ૨.૮ ઇંચ,કપરાડા ૭.૪ ઇંચ,ઉમરગામ ૬.૮ ઇંચ વાપી ૪ ઇંચ, દાદરા નગર હવેલી સેલવાસમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો વલસાડની ઓરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ વલસાડ નજીક ઓરંગા નદી ના પાણી કિનારો વટાવ્યો નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત બુધવારની રાત્રિના ૮ વાગ્યાથી લઈને આજે ગુરૂવારે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા તમામ દસ દરવાજા ૨.૭૦મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે દમણગંગા નદી બન્ને કાંઠે વહેતી જાેવા મળી હતી.

ભયજનક સપાટી ૮૨ મીટર છે પરંતુ આગોતરા આયોજન અંતર્ગત સત્તાવાળાઓએ પાણી છોડવાનું નક્કી કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. દાદરા નગર હવેલી અને વાપી તથા દમણના નદી તટના તમામ ૩૭ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

અને લોકોને દમણગંગા નદી કિનારે નહીં જવાની લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. વધુ વરસાદને કા૨ણે ૮૪ જેટલા રસ્તા ઓવરટેપિંગને લઈ બંધ થયા છે. દમણગંગા નદીમાં પાણી છોડવાથી પૂરની સ્થિતિને જાેતાં સંઘપ્રદેશ પ્રશાસન પ્રશાસન દ્વારા નદીકિનારે, સેલવાસ રિવરફ્રન્ટ ઉપર નહીં જવા અને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે .

સેલવાસમાં  ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મધુબન ડેમમાં પાણીની આવક વધતાં દમણગંગા બે કાંઠે વહી રહી છે જેના કારણે નીચાણના તમામ રહેણાંક વિસ્તારોને સાવચેત કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.