Western Times News

Gujarati News

બુટલેગરના ઘર અને ખેતરમાંથી 2.54 લાખનો દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

મહિલા બુટલેગરની અટકાયત જ્યારે મુખ્ય સુત્રધાર ૩ આરોપી ફરાર

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના ડાકોર પોલીસે આગરવા ગામે બે દિવસ અગાઉ જ દરોડો પાડી ૨.૪૦ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે. ત્યાં ગતરોજ આ ગામે અન્ય બુટલેગરના ઘર અને ખેતરમાંથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દરોડો પાડી રૂપિયા ૨.૫૪ લાખનો ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો છે. આ બનાવમાં મહિલા બુટલેગરની અટકાયત કરાઈ છે. જ્યારે તેના પતિ સહિત મુખ્ય સુત્રધાર ૩ આરોપી ફરાર થવામાં સફળ થયા છે. પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગતરાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આગરવા ગામે રહેતો બુટલેગર વિષ્ણુભાઇ ચીમનભાઇ જાદવનાઓ બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી નટુભાઇ રઇજીભાઇ પરમાર રહે.આગરવા તાબે-મહારાજની મુવાડીના ખેતરમાં તેની મદદથી ઉત્તારી સંગ્રહ કરી ધર્મેશ ઉર્ફે ધર્મો અશોકભાઇ રાઠોડ (રહે.મોટા કોતરીયા)નાને આપનાર છે.

જે માહિતી આધારે દરોડો પાડતાં હાજર આ ત્રણ લોકો ત્યાંથી નૌ દો ગ્યાર થઈ ગયા હતા.પોલીસે તપાસ કરતા આ ત્રણેય લોકો ટ્રેક્ટરની ટ્રોલીમા દારૂનો જથ્થો ભરતા હતાં. આ ખેતરની નજીક આવેલ નટુભાઇ રઈજીભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી બંન્ને જગ્યાએથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં એક મહિલા નંદાબેન નટુભાઇ પરમારનાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

આ મહિલાએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે, તેના પતિ નટુભાઈ અને તેમના મળતિયાઓ આ રીતે દારૂનો જથ્થો લાવે અને હું ઘરે વેચાણ કરતી હતી. આથી પોલીસે બંને જગ્યા પરથી મળી આવેલ રૂપિયા ૨ લાખ ૫૪ હજાર ૭૦૦નો દારૂ તેમજ એક ટ્રોલી મળી કુલ રૂપિયા ૨ લાખ ૮૪ હજાર ૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ છે ડાકોર પોલીસ આ ગામમાંથી અન્ય બુટલેગરો પાસેથી લાખોની મત્તાનો દારૂ ઝડપી કાર્યવાહી કરી હતી ત્યારે માત્ર ગણતરીના કલાકોમાં જ બીજી વખત પોલીસે કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ જાેવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.