યમરાજાનો પડાવ : ૬ કલાકમાં ૪ જુદા-જુદા અકસ્માતમાં ૩ લોકોના મોત ૪ લોકો ગંભીર ઈજાગ્રસ્ત
ધનસુરા તાલુકાના વડગામ નજીક મારુતિ ઓમ્ની કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર ઉભેલી ગાયને ટક્કર મારી સામેથી આવતી આઈવા ડમ્પર સાથે ભટકતા વાનનો કડૂચાલો બોલાઈ ગયો હતો ઓમ્ની કારમાં બેઠેલા અને મોડાસા શહેરની શાહેઆલમ સોસાયટીમાં રહેતા અલ્તાફ હુસેન અબ્બાસમીયા મલેક (ઉં.વર્ષ-૫૪) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું કાર ચાલક શાહિદ અહેમદભાઈ કુશ્કીવાલા ના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અન્ય એક અકસ્માત ધનસુરાની નવી શિણોલ ગામ પાસે બન્યો હતો
જેમાં મોડાસાના બલોચવાડા માં રહેતો મોં.ઝુબેર સિદ્દીકભાઈ બેલીમ તેની બાઈક લઈને કામકાજ અર્થે પસાર થતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક મોં.ઝુબેર રોડ પર પટકાતા માથાના ભાગે ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડતા રસ્તામાંજ દમ તોડી દીધો હતો મોડાસા શહેરના લઘુમતી સમાજના બે વ્યક્તિઓનું અકસ્માતમાં મોત નિપજતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ધનસુરા પોલીસે બંને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી