Western Times News

Gujarati News

અભિનેત્રી સના મકબૂલ હેપેટાઈટિસથી પીડાય છે

મુંબઈ, એક્ટ્રેસ સના મકબૂલે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તે ગંભીર બીમારી સામે લડી રહી છે. સનાનું કહેવું છે કે, તે હેપેટાઈટિસનો શિકાર થઈ છે. આ જ કારણે તે માનસિક અને શારીરિક રૂપે પરેશાન થઈ ગઈ છે. એટલું જ નહીં બીમારીના લીધે તેણે કેટલુંય કામ ગુમાવ્યું છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં સનાએ પોતાની તબિયત વિશે જાણકારી આપી છે.

સનાએ ‘ખતરોં કે ખિલાડી ૧૧’માં ભાગ લીધા બાદ બ્રેક લીધો છે અને લાંબા સમયથી ટીવીના પડદાથી ગાયબ છે. શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતાં સનાએ જણાવ્યું કે, પહેલા તેને હેપેટાઈટિસનું સ્ટેજ હ્લ૩-હ્લ૪ હતું અને હવે સ્થિતિ સુધરતાં હ્લ૧-હ્લ૨ સ્ટેજ પર છે. આ બીમારીના કારણે તેના કામ પર પણ અસર પડી છે.

જાેકે, હવે તે ફરીથી કામ શરૂ કરવાની છે. સનાનું કહેવું છે કે, જ્યારે તેને સમંથા રૂથ પ્રભુની બીમારી વિશે ખબર પડી તો તે તેની પીડા સમજી શકી હતી.વિડીયો શેર કરીને સના મકબૂલે જણાવ્યું. વિડીયો શેર કરતાં સના મકબૂલે કહ્યું, નમસ્તે, આજે ૨૮ જુલાઈ છે. વર્લ્ડ હેપિટાઈટિસ ડે છે. હું તમને સૌને કંઈક કહેવા માગુ છું.

૨૦૨૦ ની વાત છે, એ વખતે મને ખબર પડી કે હું હેપેટાઈટિસની દર્દી છું. આ જર્ની દરમિયાન મેં ઈમોશનલી, ફિઝિકલી મેન્ટલી ખૂબ પીડા વેઠી છે. જાેકે, સૌથી સારી વાત એ છે કે, ૨૦૨૧માં મેં ખતરોં કે ખિલાડીમાં ભાગ લીધો ત્યારે પણ આ બીમારી સામે લડી રહી હતી પરંતુ માનસિક સ્વસ્થતા મેળવી ચૂકી હતી.

જાેકે, આ બીમારીના લીધે મારા કરિયરમાં બ્રેક લાગી ગયો અને ખૂબ નુકસાન થયું. મારું બધું જ ધ્યાન મારા સ્વાસ્થ્ય પર હતું. સના મકબૂલે જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી આ બીમારીના લીધે તે ખૂબ પરેશાની વેઠી રહી છે. કેટલુંય કામ તેના હાથમાંથી જતું રહ્યું. આ બીમારીના લીધે સના સવારે ઉઠતી ત્યારે તેનો ચહેરો સૂજેલો હતો, હાથ-પગ ફુલેલા હતા.

આ બીમારીના લીધે તેના વાળ પણ ખરતા હતા.સનાએ કહ્યું કે, તે સતત ડૉક્ટર પાસે સારવાર કરી રહી છે. ન્યૂટ્રિશનથી માંડીને બાકીની બધી જ વસ્તુઓ પર ધ્યાન આપી રહી છે. સનાએ હેપેટાઈટિસ ડે પર પોતાની બીમારી વિશેની માહિતી શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, સના મકબૂલ છેલ્લે રિયાલિટી ટીવી શો ‘ખતરોં કે ખિલાડી ૧૧’માં જાેવા મળી હતી. ‘વિશ’માં ડૉ. આલિયા સંન્યાલના રોલમાં જાેવા મળી હતી. સનાએ ફિલ્મી કરિયરની શરૂઆત ૨૦૧૪માં તેલુગુ ફિલ્મ ‘ડિક્કુલુ ચુકાડુ રામ્યા’થી ડેબ્યૂ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.