Western Times News

Gujarati News

સુરત જઈ રહેલી મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી

ભાવનગર, ભાવનગર શહેરમાં ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ પલટી જતાં ૧૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના ઉમરાળાના પરવાળા ગામ પાસે બની હતી. બસ ગારિયાધારથી સુરત જઈ રહી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. સંતભૂમિ નામની ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી.

બસ પલટતા ૧૦થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. ગારીયાધારથી સુરત જઈ રહેલી ખાનગી લકઝરી બસ પલટી જતાં મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગારીયાધારથી સુરત જતી ખાનગી બસ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ પાસે પલટી મારી. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની ચર્ચા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ટીંબી હોસ્પિટલ અને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.