બ્રિજના બાંધકામ સમયે ક્રેન મશીન નીચે પડતા ૧૬ લોકોના મોત
મુંબઈ, મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. થાણેના શાહપુ સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમ્યાન બ્રિજથી ક્રેન એટલે કે ગર્ડર મશીન નીચે પડી ગયું હતું. જેમાં લગભગ ૧૬ લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, ૧૦-૧૫ લોકો હજુ પણ અંદર ફસાયેલા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લગભગ ૨૦૦ ફુટથી ક્રેન નીચે પડી હતી. જે બાદ ચારેતરફ રાડારાડ થઈ ગઈ હતી. દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પણ સૂત્રોનું કહેવું છે કે, ઓવરલોડ હોવાના કારણે આ દુર્ઘટના થઈ છે. NDRFની બે ટીમો રાહત અને બચાવ કામમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના ફેસ ૩નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પુલના થાંભલા પર બ્રિજ બનાવવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે.
બ્રિજના ગર્ડરને આ ક્રેનની મદદથી ઉપર લઈ જઈ જાેડવામાં આવી રહ્યા છે. ક્રેન લગભગ ૨૦૦ ફુટની ઊંચાઈ પર હતું. ત્યારે શાહપુર વિસ્તારમાં મંગળવાર સવારે મશીન અચાનક નીચે પડ્યું. પુલ નીચે મોટી સંખ્યામાં મજૂરો કામ કરતા હતા. જેની ચપેટમાં આવી ગયા. મશીન પડવા પાછળનું અસલી કારણ સામે આવ્યું નથી.
હાલમાં ચપેટમાં આવેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, હજુ પણ એક ડઝન જેટલા લોકો નીચે ફસાયેલા છે. શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે અન્ય ત્રણ જણાં ઘાયલ થઈ ગયા છે.
સમૃદ્ધિ મહામાર્ગના બાંધકામ દરમ્યાન આ ગર્ડર મશીન નીચે પડ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઓવરલોડના કારણે મશીન નીચે પડ્યું હોવાનું કહેવાય છે. આ બાંધકામમાં કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે અને તેનો માલિક કોણ છે, તેની તપાસ ચાલી રહી છે.SS1MS