નારી શક્તિને બિરદાવતી પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ
(પ્રતિનિધિ)ગોધરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરની પ્રેરક ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મહિસાગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની સપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે કલેકટર કચેરી કમ્પાઉન્ડ થી પી.એન. પંડયા કોલેજ સુધી યોજાયેલી પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો.
આ પદયાત્રામાં આઈ સી ડી એસ બહેનો,એન.એસ એસ વિધાર્થી અને અન્ય સ્ટાફ દ્રારા પ્લે કાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યા હતો. બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો.
સાથે મહિલા સુરક્ષા દિવસ નિમિતે પી.એન.પંડયા કોલેજ ખાતે સેલ્ફ ડીફેન્સ નિદર્શન-સુરક્ષા સેતુ દ્રારા કાયદાકીય ( સાયબર ગુનાઓ/જીૐઈ ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન એપ્લીકેશન ડેમોસ્ટ્રેસન અને ડાઉનલોડ વગેરે) યોજનાઓના ૈીષ્ઠ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
દીકરીઓએ પણ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સહિત સ્ત્રી શોષણ તેમજ ભૃણ હત્યાને રોકવા અંગે પ્લેકાર્ડસ અને સુત્રોચાર થકી જાગૃત કાર્ય હતા. આ પ્રસંગે આઈ સી ડી એસ બહેનો,એન.એસ એસ વિધાર્થી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના -કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જાેડાયા હતા.