Western Times News

Gujarati News

મહુધાના તોરણીયા લીમડીવાળા ફળીયામાંથી વિદેશી દારૂ સગે વગે કરતા બે ઇસમો ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ

આજ તા. ૦૧-૦૮-૨૦૧૩ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.ગીરીશભાઈ, જયદિપસિંહ, ચૈતન્યકુમાર, રણજીતસિંહ, શૈલેષકુમાર વિગેરે નાઓ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન ફરતા-ફરતા મહુધા ચોકડીએ આવતા ગીરીશભાઇ તથા ચૈતન્યમાર નાઓને સંયુક્ત બાતમી મળેલ કે,

અજયકુમાર જગદીશભાઇ પરમાર રહે.તોરણીયા લીમડાવાળુ ફળીયું તા.મહુધા નાઓના ઘરે એક સફેદ કલરનો હુન્ડાઇ ક્રેટા ગાડી જેનો રજી. નં. ઇત્ન ૦૩ ઝ્રછ ૯૬૦૩ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરી લાવી તેના ઘરે ઉતારતો હોય

જે બાતમી હકીકત આધારે ખાનગી વાહનોમાં બેસી મહુધા ચોકડીથી નીકળી તોરણીયા ગામ લીમડીવાળા ફળીયામાં જઇ તપાસ કરતા બે ઇસમો ઉક્ત હકીકત વર્ણન મુજબની ક્રેટા કારમાંથી બે ઇસમો વિદેશીદારૂની પેટીઓ ઉતારતા હોય જેઓને જે તે સ્થિતીમાં કોર્ડન કરી રોકી લઇ ગાડીમાં જાેતા વચ્ચેની શીટ તથા ડેકીમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ

જે બંન્ને ઇસમોને વારા ફરતી નામઠામ પુછતા તેઓએ પોતાનું નામ (૧) અજયકુમાર જગદીશભાઇ પરમાર તથા (૨) દિનેશકુમાર ઉર્ફે જલારામ ઉર્ફે જલી ઉર્ફે કટો સાઓ રાજેશભાઇ કાન્તીભાઇ પરમાર બંન્ને રહે. તોરણીયા તા.મહુધા જી.ખેડા નાઓ પોતાના કબ્જા ભોગવટાની હુન્ડાઇ ક્રેટા ગાડી મા ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૯૩૦ કિ.રૂ.૧,૦૦,૨૦૦/- તથા

હુન્ડાઇ ક્રેટા ગાડી કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મો.ફોન -૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ની મળી કુલ કિ.રૂા.૬,૦૫,૨૦૦/- નો પ્રોહ મુદ્દામાલ રાખી ગેર કાયદેસર રીતે હેરા-ફેરી કરતા સ્થળ ઉપરથી મળી આવી પકડાઇ ગયેલ હોઇ તથા મુદ્દામાલ ભરી મોકલી આપનાર (નહી પકડાયેલ) આરોપી ખુશપાલ ઉર્ફે રાજુભાઇ લબાના રહે. આનંદપુરી બાંસવાડા રાજસ્થાન નાઓ તથા પકાયેલ ઇસમો વિરુદ્ધ મહુધા પો.સ્ટે પ્રોહિબિશનધારા હેઠળનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.