Western Times News

Gujarati News

યુનિઝા હેલ્થકેરે નવી પ્રોડક્ટ લોન્ચ કરી ડર્મા રેંજને મજબૂત બનાવી

કંપનીએ એન્ટી-ફંગલ, હેરકેર, સ્કિનકેર, એન્ટીબાયોટિક્સ, એન્ટી એલર્જિક વગેરે ડર્મેટોલોજી સેગમેન્ટમાં વૈશ્વિક કંપનીઓ સાથે મળી 15થી વધુ પ્રોડક્ટ્સ લોંચ કરી

અમદાવાદ, 2 ઓગસ્ટ 2023: અમદાવાદ સ્થિત ઈનોવેટીવ હેલ્થકેર પ્રોડક્ટ્સ ઓફર કરતી ફાર્મા કંપની યુનિઝા હેલ્થકેરે તેની ઉભરી રહેલી ડર્મિટોલોજી રેંજને મજબૂત કરવા માટે ઔરેલિઅસ,ગોલ્ડ અને કોલાજેન સિરમ માસ્ક લોંચ કર્યાં છે.

સાઉથ કોરિયન બ્રાન્ડ ઔરેલિઅસને યુનિઝા હેલ્થકેર સાથે વિશેષ જોડાણના હેઠળ ભારતમાં પ્રથમવાર લોંચ કરવામાં આવી છે. તે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન પર જ પ્રાપ્ય બનશે. કંપનીએ એન્ટી-ફંગલ, હેરકેર, સ્કિનકેર, એન્ટીબાયોટિક્સ, એન્ટી એલર્જિક, ન્યૂટ્રાસ્યૂટિકલ્સ વગેરે ડર્મેટોલોજી સેગમેન્ટમાં વૈશ્વિક કંપનીઓ સાથે મળી 15થી વધુ પ્રોડક્ટ્સ લોંચ કરી છે.

ક્લિનિકલ એક્વિવ્સથી ભરપૂર ઔરેલિઅર, ગોલ્ડ અને કોલાજેન સિરમ માસ્ક ચામડીને પૌષ્ટીક તત્વો પૂરા પાડે છે. તે ચામડીની સ્થિતિસ્થાપક્તામાં સુધારો કરે છે તેમજ સ્કીન ટોન પૂરો પાડે છે તેમજ ચામડીને ઢીલી પડતી અટકાવે છે. ઉપરાંત તે ચામડીના કોલાજેન ઘટાડાને અટકાવવામાં સહાયરૂપ થાય છે. સ્કીનના મેટાબોલીઝનને એક્ટિવેટ કરે છે. કોલાજેન ઉત્પાદનને બળ પૂરું પાડે છે તેમજ સ્કીનની મજબૂતી અને સ્થિરતાને સુધારવા સાથે ચામડીની ડલનેસને પણ સુધારે છે.

પશુપતિ જૂથના ફાર્માસ્યૂટિકલ વેન્ચર એવા યુનિઝા હેલ્થકેરની શરૂઆત ફાર્મા ઉદ્યોગના દિગ્ગજોએ ઈનોવેટીવ હેલ્થકેર પ્રોડક્ટ્સ ઓફર કરી જીવનની ગુણવત્તાને સમૃદ્ધ બનાવવા યોગદાન આપવાના મિશન સાથે કરી હતી. કંપની હાલમાં 100 ટકા પ્રિસ્ક્રિપ્શન બેઝ્ડ પ્રોડક્ટ્સ સાથે ડર્મેટોલોજી, રેસ્પિરેટરી, ગાયનેકોલોજી અને કાર્ડિયો-ડાયાબિટિક એમ ચાર ડિવિઝન્સ ધરાવે છે.  કંપની 26થી વધુ રાજ્યો અને 6થી વધુ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1000થી વધુની મજબૂત ફિલ્ડ ટીમ ધરાવે છે. જે યુનિઝાની વૃદ્ધિનું મુખ્ય ચાલક બળ છે.

યુનિઝા હેલ્થકેરે તેના ડર્મેટોલોજી સેગમેન્ટ યુનિસ્કિનને ઓગસ્ટ 2020માં લોંચ કર્યું હતું. જેનો ઉદ્દેશ વૈશ્વિક કંપનીઓ સાથે મળી ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ હેર અને સ્કીન કેર પ્રોડક્ટ્સને જેવીકે સ્કોન્સ, વાઈટેલસ, લુસાના, હાર્ક્લૂર, કેરાટીઝા, ડર્મેટોન, લેટનર અને લિટેઝા ગોલ્ડને ભારતમાં લાવવાનો હતો.

યુનિઝા અને પશુપતિ ગ્રૂપના સીએમડી સૌરિન પરિખના જણાવ્યા મુજબ,”ઈનોવેશન, આરએન્ડડી અને ક્વોલિટી એક્સલેન્સ મારફતે મજબૂત પ્રોડક્ટ પાઈપલાઈન ધરાવતી અગ્રણી વૈશ્વિક હેલ્થકેર કંપનીઓમાંની એક બનવાના વિઝન સાથે શરૂ થયેલા યુનિઝા ગ્રૂપની હાજરી ભારતીય ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં ધીમે પણ સ્થિરતાપૂર્વક અનુભવાઈ રહી છે.

કમર્સિયલ ઓપરેશન્સ શરૂ કર્યાંના બે વર્ષથી ઓછા સમયગાળામાં યુનિઝા ગ્રૂપે રૂ. 100 કરોડથી વધુનું વેચાણ હાંસલ કર્યું છે. તેણે 8 ઈન્ટરનેશનલ એક્રેડિશન્સ સાથે વિવિધ દેશોમાં 50થી વધુ રજિસ્ટ્રેશન્સ હાંસલ કર્યાં છે. તેમજ ઈન્ટરનેશલ માર્કેટ્સમાં 175 પ્રોડક્ટ ડોઝીયર્સ રજિસ્ટ્રેશન હેઠળ છે. તેમજ 14થી વધુ દેશોમાં નિકાસ શરૂ કરી છે”.

યુનિઝા હેલ્થકેરના સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રીકાંત સેશાદ્રીના જણાવ્યા મુજબ,”કંપનીએ કુલ 170 એસકેયૂ લોંચ કર્યાં છે. જેમાંથી પાંચ પ્રોડક્ટ્સ પ્રથમવાર ભારતમાં લોંચ થઈ છે. જે યુએસએ, કેનેડા અને સાઉથ કોરિયન કંપનીઓ સાથે ઈન-લાયસન્સ્ડ પ્રોડક્ટ્સ છે.

કંપની ગુજરાતમાં મહેસાણાના કડી ખાતે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ મેન્યૂફેક્ચરિંગ સુવિધા ધરાવે છે. જે WH0-GMPની મંજૂરી ધરાવે છે તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં રાખી EUની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવી છે. ચાલુ નાણાકિય વર્ષમાં કંપની 2024માં EU-GMP ઈન્સ્પેક્શન માટે જવાનું તથા 300થી વધુ ડોઝીયર્સ સબમિશનનું આયોજન કરી રહી છે,”.

 

કંપનીની મુખ્ય બ્રાન્ડ્સમાં એમ્રોફાસ્ટ(એન્ટીફંગલ ક્રિમ), સ્કોન્સ(હેર સિરમ), વાઈટેલસ(વિટીલીગો મેનેજમેન્ટ), યુનિમિકો(એન્ટીફંગલ ટેબલેટ્સ), યુનિઝુવા(કોલેસ્ટોરેલ મેનેજમેન્ટ), આર્યોનેરર્જી(એનિમિયા ટ્રિટમેન્ટ), પ્રેગાફેમ(હોર્મોન ફોર પ્રેગનન્સી સપોર્ટ) અને યુનિપફ(એન્ટીઅસ્થમેટિક)નો સમાવેશ થાય છે. તેઓ તેમના ક્ષેત્રમાં ટોચની બ્રાન્ડ્સ છે. કંપનીની કેટલીક બ્રાન્ડ્સે તેમના લોંચિંગના પ્રથમ વર્ષમાં જ રૂ. 2 કરોડથી વધુનું વાર્ષિક વેચાણ પાર કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.