ભારત ‘વિકસિત ભારત’ની દિશામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યું છે: સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું-સરકાર દ્વારા કરાયેલા સતત આર્થિક સુધારાઓ અને નીતિઓના પરિણામે દેશે ૭ ટકાનો ઉચ્ચ વિકાસ દર હાંસલ કર્યો
નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણની શરૂઆત માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતીનો ઉલ્લેખ કરીને કરી હતી. તેમણે કહ્યું કે આ બજેટ દેશ માટે શુભ અવસરોની વચ્ચે રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારે હંમેશા દેખાડાને બદલે જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. દરેક નિર્ણયમાં સામાન્ય લોકોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સરકાર દ્વારા કરવામાં આવેલા સતત આર્થિક સુધારાઓ અને નીતિઓના પરિણામે દેશે ૭ ટકાનો ઉચ્ચ વિકાસ દર હાંસલ કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, ભારત હવે ‘વિકસિત ભારત’ની દિશામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યું છે અને આ યાત્રા અવિરત ચાલુ રહેશે.
Photo : Union Minister for Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman along with Minister of State for Finance Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget. The President extended her best wishes to the Union Finance Minister and her team for the presentation of Budget.
નાણામંત્રીએ વૈશ્વિક પરિસ્થિતિ પર વાત કરતાં કહ્યું કે, આજે અમે એવા બાહ્ય વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ, જ્યાં વેપાર અને બહુપક્ષીયતા પર દબાણ છે, સંસાધનોની પહોંચ તેમજ સપ્લાય ચેઇનમાં અવરોધો આવી રહ્યા છે. નવી ટેકનોલોજીઓ ઉત્પાદન પદ્ધતિઓને બદલી રહી છે, તો પાણી, ઊર્જા અને મહત્વના ખનિજોની માંગ ઝડપથી વધી રહી છે.
ભારત વિકસિત ભારતની દિશામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધતો રહેશે, જ્યાં મહત્વાકાંક્ષા અને સમાવેશ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. વધતી અર્થવ્યવસ્થા અને વેપાર તથા મૂડીની જરૂરિયાતો સાથે ભારતે વૈશ્વિક બજારો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું રહેવું પડશે, વધુ નિકાસ કરવી પડશે અને સ્થિર લાંબા ગાળાનું રોકાણ આકર્ષિત કરવું પડશે.
તેમણે કહ્યું કે, અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦ની શરૂઆત કરીશું. ભારતીય ૈંઁ ડિઝાઇન અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઉદ્યોગ આધારિત સંશોધન અને તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ ઘટક વિનિર્માણ યોજનામાં લક્ષ્ય કરતાં પહેલાં બમણું રોકાણ થશે. ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ યોજનાની રકમ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતને વૈશ્વિક બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટે હું ‘બાયો ફાર્મા શક્તિ’ યોજનાનો પ્રસ્તાવ રાખું છું. આ માટે આગામી ૫ વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આનાથી બાયોલોજિક્સ અને બાયોસિમિલરના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. આ સાથે જ તેમણે કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને મજબૂત કરવાનો પ્રસ્તાવ પણ બજેટ ભાષણ દરમિયાન મૂક્્યો.
