Western Times News

Gujarati News

ભારતીય શેરબજારમાં કડાકોઃ રોકાણકારોને 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના શેરબજારો પર જાેવા મળી હતી.

(એજન્સી)મુંબઈ, ભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જાેરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના શેરબજારો પર જાેવા મળી હતી. એશિયન અને યુરોપિયન બજારોમાં ભારે ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જાેવા મળી હતી.

દિવસના કારોબારમાં સેન્સેક્સ ૧,૦૦૦ અને નિફ્ટી ૩૦૦ પોઈન્ટ તૂટ્યા હતા. સેન્સેક્સ ૬૬,૦૦૦ની નીચે સરકી ગયો. બજાર નીચલા સ્તરેથી ૪૦૦ પોઈન્ટની નજીક રિકવર થયું, છતાં બીએસઈસેન્સેક્સ ૬૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫,૭૮૨ પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૫૧૪ પોઈન્ટ પર બંધ થયો.

આજના કારોબારમાં માર્કેટમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૩.૨૯ લાખ કરોડ પર બંધ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. ૩૦૬.૮૦ લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં ૩.૫૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ૧.૨૧ ટકા, એનર્જી ૧.૬૧ ટકા, ઓટો ૧.૬૪ ટકા, આઇટી ૦.૮૧ ટકા, ફાર્મા ૦.૧૯ ટકા, મેટલ્સ ૨.૦૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીનો મિડ કેપ ઇન્ડેક્સ ૧.૨૪ ટકા અને સ્મોલ કેપ ૧.૭૩ ટકા ઘટીને બંધ થયો હતો.

ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ એએએથી ઘટાડીને એએ કર્યું છે. રેટિંગ એજન્સીએ આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકાની નાણાકીય સ્થિતિમાં કથળવાની આશંકા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગવર્નન્સના ધોરણમાં ઘટાડો થયો છે, જેમાં નાણાકીય અને દેવા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે.

ફિચના આ ર્નિણયથી એશિયન અને યુરોપિયન શેરબજારોમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. અને તેની અસર ભારતીય બજારો પર પણ જાેવા મળી હતી. પિચના રેટિંગ ડાઉનગ્રેડની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે. શેરબજારમાં આજે ચારે બાજુ લાલ નિશાન જાેવા મળી રહ્યું છે.

BSE સેન્સેક્સ ૧,૦૧૩.૨૨ પોઈન્ટ્‌સ અથવા ૧.૫૨ ટકા ઘટીને ૬૫,૪૪૬.૦૯ ના સ્તરે પહોંચ્યો હતો. એનએસઈનો નિફ્ટી ૩૦૦.૬૦ પોઈન્ટ અથવા ૧.૫૨ ટકાના ઘટાડા સાથે ૧૯,૪૩૨.૯૫ના સ્તર પર આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.