ગોધરાના તળાવની પાછળ આવેલ અંતરીયાળ સોસાયટીઓના લોકો વિકાસથી વંચિત
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગતિશીલ ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે પણ ગોધરાના ડોળપા તળાવની પાછળ આવેલ અંતરીયાળ સોસાયટીઓમાં વિકાસ અધ્ધર તાલ છે હજારો મકાનો બની ગયા પરંતુ રસ્તા કાચા માટીના જર્જરીત હાલતમાં છે
જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે લાંબા સમયથી સ્થાનિક લોકો નવીન રસ્તો બનાવવા માટેની રજુઆત કરે છે પરંતુ પાલિકાના સત્તાધીશો રજુઆતો નો ઉકેલ લાવવા તૈયાર નથી જેને લઈ સ્થાનિકોમાં છુપો રોષ જાેવા મળે છે અનેક સોસાયટીઓ ના નામકરણ થઈ ગયા હોવા છતાં હજી પણ પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જાેવા મળે છે.
પંચમહાલ જીલ્લા ના વડામથક ગોધરામાં વિકાસ ની વાતો વચ્ચે આજે પણ વિકાસ અધ્ધર તાલ છે એટલા માટે કે ગોધરા ના ડોળપા તળાવની ની પાછળ આવેલી અમુક એવી અંતરીયાળ સોસાયટીના રસ્તા આજે પણ કાચા માટીના અને જર્જરિત રસ્તા છે આ સોસાયટી વિસ્તારમાં હજી પાકા રસ્તા બન્યા જ નથી જેને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે .
વાહનચાલકો ને અવરજવર કરવામાં પણ અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે લક્ષ્મીનગર રાધા માધવ પાર્ક સરસ્વતી સોસાયટી સહીત આસપાસ ના વિસ્તારોમાં હજારો મકાનો બની ગયા છે પરંતુ હજી રસ્તા ના ઠેકાણાં નથી રસ્તા મુદ્દે સ્થાનિક લોકો ધ્વારા ગોધરા નગર પાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરવામાં આવે છે
પરંતુ રજૂઆત ને ધ્યાને ન લેવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે આ વિસ્તારમાં રસ્તા હજી પણ કાચા માટીના જર્જરિત હાલતમાં છે ચોમાસા દરમ્યાન લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનકો ગોધરા નગરપાલિકા નો તમામ પ્રકારનો વેરો ભરતા હોવા છતાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે પીવાની પાઈપલાઈન પણ અડધે સુધી આવી છે પરંતુ જેનો લાભ સીધો અમુક જ લોકોને થઈ રહી રહ્યો છે એ પાણીની પાઈપલાઈન માટે પણ રાજકારણ જવાબદાર હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે
અંદરના રસ્તા હજી પણ કાચા અને માટીના છે જેને લઈ સ્થાનિક લોકોમાં છુપો રોષ જાેવા મળી રહ્યો છે તો બીજીબાજુ સ્થાનિકો પાલિકા સત્તાધીશો ચોમાસા દરમિયાન અંતરીયાળ સોસાયટી વિસ્તાર ના રસ્તાનું સમારકામ કરી તળાવના પાણીનો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરી રહ્યા છે
આ વિસ્તારમાં રહેતા વિધાર્થીઓને પણ શાળાએ જવા માટે પણ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ આજે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી પરંતુ પાલિકાના ચીફ ઓફિસરે આ સોસાયટીમાં અંદર જવાનો મુખ્ય માર્ગ રેલ્વે માં આવતો હોવાનું જાણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો ત્યારે જાેવુ રહ્યુ ગોધરાના અંતરીયાળ વિસ્તારોમાં નવીન રસ્તા કયારે બને છે.