Western Times News

Gujarati News

GSRTC બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત: ત્રણને ઇજા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનું નામ નથી લઈ રહી. નડિયાદ-મહુધા રોડ પર ગતરાત્રે જી્‌ બસના વાંકે અકસ્માત સર્જાતા એક યુવાન મોતના મુખમાં ધકેલાયો છે. પુરપાટે આવતી એસટી બસે સામેથી આવતી રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા રોડ પર ઉથલી પડી હતી.

આ ઘટનામાં રીક્ષામાં બેઠેલ એકનું મોત નિપજ્યું છે. જ્યારે ૩ વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મહુધા તાલુકાના કડી ગામે ખોડિયારપુરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ મહેન્દ્રભાઈ ભોજાણીના સગા નાનાભાઈ અજયભાઈ રીક્ષા ડ્રાઈવીગ કરી ગુજરાન ચલાવે છે.

અજયભાઈ પોતે પરણીત છે અને ગતરોજ સાંજે તેઓ ગામના સુરેશભાઈ રમણભાઈ ભોજાણી, રાજુભાઇ ઉર્ફે રાકેશભાઈ ડાહ્યાભાઈ ભોજાણી અને સાસ્તાપુરના હિતેશભાઈ રમણભાઈ ભોઈ એ રીતના ચારેય લોકો અજયભાઈની રીક્ષા લઈને કોઈ કામ અર્થે નડિયાદ આવ્યા હતા. જ્યાંથી મોડી રાત્રે તેઓ પરત પોતાના ઘરે જવા નડિયાદથી રવાના થયા હતા.

આ અજયભાઈની રીક્ષા હિતેશભાઈ રમણભાઈ ભોઈ ચલાવતાં હતા અને બાકીના ત્રણેય લોકો રીક્ષાના પાછળના ભાગે બેઠા હતા. આશરે રાતના આઠ વાગ્યાની આસપાસ આ તમામ લોકો નડિયાદ શહેરની બહાર નીકળી નડિયાદ-મહુધા રોડ પરથી દવાપુરા પાટીયા પાસેથી પસાર થતાં હતા.

આ દરમિયાન સામેથી આવતી હિંમતનગર-નડિયાદ આવતી બસના ચાલકે આ રીક્ષાને ધડામ કરતી અથડાવી હતી. જેના કારણે રીક્ષા રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અજયભાઈ ભોજાણીને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું.

જ્યારે ચાલક સહિત અન્ય ૩ વ્યક્તિઓને ઈજા પહોંચતા તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે મરણજનારના મોટાભાઈ વિજયભાઈ ભોજાણીએ ઉપરોક્ત એસટી બસના ચાલક સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.