પાકિસ્તાનમાં અંજૂના કારણે નસરુલ્લાહની મુશ્કેલીઓ વધી
અંજૂને પાકિસ્તાનમાં નોકરીની ઓફર પણ મળી રહી છે, પણ તેના પતિ નસરુલ્લાહની મુશ્કેલીઓ વધતી દેખાય છે
નસરુલ્લાહના પરિવાર અને પાડોશીએ આપી દીધી ચેતવણી
કરાચી, ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજૂ સીમા હૈદરની માફક મીડિયામાં ચર્ચામાં બનેલી છે. અંજૂ પોતાના પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ અને તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તેના દ્વારા ધર્મ બદલવા બાદ પાકિસ્તાનમાં નવું નામ ફાતિમા થઈ ગયું છે. અંજૂને પાકિસ્તાનમાં નોકરીની ઓફર પણ મળી રહી છે, પણ તેના પતિ નસરુલ્લાહની મુશ્કેલીઓ વધતી દેખાય છે. Nasrullah’s troubles increased due to Anju in Pakistan
પરિવાર અને મોહલ્લાના લોકો અંજૂ આવ્યા બાદ ઘરે મીડિયાના જમાવડાથી પરેશાન છે. મોહલ્લામાં પોલીસની તૈનાતીને લઈને લોકો પરેશાન છે. તો વળી નસરુલ્લાહએ તેની પિતરાઈ બહેન સાથે નક્કી થયેલા લગ્ન ન થતાં પરિવારમાં પણ ખેંચતાણ શરુ થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે સીમા હૈદર પબજી દ્વારા નોઈડાના સચિન મીણાના સંપર્કમાં આવીને પ્રેમ કરી બેઠી અને ૪ બાળકો લઈને ભારત આવી ગઈ.
આ પ્રેમ કહાનીની ચર્ચા પણ હાલમાં ચાલી રહી હતી કે રાજસ્થાનની અંજૂ પોતાના પતિ પાસે બહાનું બનાવીને ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ. ત્યાર બાદથી તે ચર્ચામાં આવી ગઈ. અંજૂએ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. હવે કહેવાય છે કે, અંજૂ સાથે લગ્ન બાદ નસરુલ્લહની જિંદગીમાં કેટલીય મુશ્કેલીઓ આવી ગઈ છે. પોતાના બે બાળકો અને પતિને છોડીને ભારતથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા ગયેલી અંજૂ અને તેના પાકિસ્તાની પતિ નસરુલ્લાહની પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા લૂંટી રહ્યા છે.
આ પહેલા અંજૂ નસરુલ્લાહ સાથે લગ્નની વાતથી ફરી રહ્યા હતા. પણ બાદમાં મીડિયા રિપોર્ટ્સ તેમના નિકાહનામા અને ફાતિમા બનવાનો ખુલાસો કરે છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, નસરુલ્લાહ ખૈબૂર પખ્તૂનખ્વાના અપર દીરના રહેવાસી છે અને આ એ વિસ્તાર છે, જ્યાં મહિલાઓને વધારે બોલવાની અને ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી નથી. અંજૂ અને નસરુલ્લાહના લગ્ન બાદ તમામ લોકલ મીડિયા કર્મી અંજૂ અને નસરુલ્લાહને મળવા માગી રહ્યા છે, પણ નસરુલ્લાહ પરેશાન છે અને કોઈને મળવા નથી માગતો.
જ્યાં અંજૂ પહોંચી છે, તે વિસ્તાર ખૂબ જ શાંત અને અહીંના લોકો બહારી લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ અંજૂ આવ્યા બાદ અહીંના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. નસરુલ્લાહના પરિવારનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં અંજૂ અને નસરુલ્લાહને લઈને ર્નિણય લેશે. ગામના અમુક લોકોએ પરિવારને અલ્ટીમેટમ આપ્યું છે કે જાે અંજૂ આવી જ રીતે ચર્ચામાં રહેશે તો તેમને રહેવા માટે નવું ઘર શોધવું પડશે. પાકિસ્તાન પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમણે નસરુલ્લાહને કહ્યું છે કે, ૧૨ ઓગસ્ટ સુધીમાં અંજૂને ભારત મોકલી દે, કારણ કે તેના વિઝા ખતમ થઈ રહ્યા છે.ss1