Western Times News

Gujarati News

મણિપુરમાં ફરી હિંસા, ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી લૂંટ્યા હથિયાર

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા

સુરક્ષા દળોએ પણ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી હતી, મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે, હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે

નવી દિલ્હી,મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોને નષ્ટ કર્યા હતા. માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજાIRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. Violence again in Manipur, mobs attack IRB posts and loot weapons

મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની બીજી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ હુમલાખોરોને ભગાડી દીધા હતા. આ દરમિયાન સશસ્ત્ર દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.

આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગની સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સાથે મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્‌યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે. વાસ્તવમાં બિષ્ણુપુરમાં બફર ઝોન બનાવવામાં આવ્યો છે, મૈતેઇનો વિરોધ કરી રહેલી મહિલાઓ તે બફર ઝોનને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન આસામ રાઈફલ્સે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પછી લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સશસ્ત્ર દળોએ પહેલા મરચાંનો છંટકાવ કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ શાંત થઈ નહીં. આ પછી સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. સૌપ્રથમ મણિપુરમાં ૩ મેના રોજ હિંસા શરૂ થઈ હતી. મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સમાવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મણિપુરમાં પ્રથમ વખત જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મૈતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી ૪૦ ટકાથી વધુ છે. આ લોકો પહાડી જિલ્લાઓમાં રહે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.