Western Times News

Gujarati News

રામોજી ફિલ્મ સિટીમાં લાગ્યો “પુષ્પા ૨” ફિલ્મનો ભવ્ય સેટ

પુષ્પા ૨ આવતા વર્ષે ૨૦૨૪માં રિલીઝ થશે અને તેની અંતિમ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી

અલ્લૂ અર્જૂને હૈદરાબાદમાં શરૂ કર્યું પુષ્પા ૨નું શૂટિંગ

મુંબઈ, ફેન્સ ઘણા સમયથી અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા ૨’ની આતૂરતાથી રાહ જાેઈ રહ્યા છે. અત્યારે ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે, અને નિર્માતાઓ ફિલ્મને વૈભવી બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. હવે આ ફિલ્મનું હેવી શેડ્યૂલ હૈદરાબાદમાં શરૂ થઈ ગયું છે. ૬ ઓગસ્ટથી અલ્લુ અર્જુન અને બાકીના કલાકારોએ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ શરૂ કર્યું છે. ‘Pushpa 2 the rule’ has a grand set in Ramoji Film City

ફિલ્મ સાથે જાેડાયેલા એક સૂત્રએ માહિતી આપી હતી કે, દેશભરમાં વિવિધ સ્થળોએ શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી પુષ્પા ૨ ધ રૂલના નિર્માતાઓ હૈદરાબાદમાં નવું શેડ્યૂલ શરૂ કરશે. નવા શેડ્યૂલ માટે પ્રી પ્રોડક્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે. અલ્લુ અર્જૂન અને બાકીના કલાકારો રવિવાર (૬ ઓગસ્ટ)થી હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. એક સૂત્રએ માહિતી આપી હતી કે, કાસ્ટ રામોજી ફિલ્મ સિટીમાં પુષ્પા ૨ની કેટલીક મહત્વપૂર્ણ સિક્વન્સનું શૂટિંગ કરશે.

આ માટે ત્યાં લક્ઝૂરિયસ સેટ ઊભા કરવામાં આવ્યા છે. નિર્માતાઓ ફિલ્મને દર્શકો માટે ભવ્ય વિઝ્‌યુઅલ ટ્રિટ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. પુષ્પા ૨એ વર્ષ ૨૦૨૧માં આવેલી પુષ્પાઃ ધ રાઈઝની સિક્વલ છે. આ ફિલ્મને સુકુમારે ડિરેક્ટ કરી છે. જ્યારે આમાં અલ્લુ અર્જૂન સિવાય રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ હતા. આ બંને હવે પુષ્પા ૨માં પણ જાેવા મળશે. એવું જાણવા મળી રહ્યું છે કે, પુષ્પા ૨માં વિજય સેતુપતિ પણ કામ કરી શકે છે.

નિર્માતાઓએ એપ્રિલ ૨૦૨૩માં અલ્લુ અર્જૂનના જન્મદિવસ પર પુષ્પા ૨નું ટિઝર રિલીઝ કર્યું હતું, જેણે ચાહકોને ઉત્સાહિત કર્યા હતા. ટિઝરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે પુષ્પરાજ જેલમાંથી ભાગી ગયા બાદ ગાયબ થઈ ગયો. તેને ૮ ગોળીઓ વાગી હતી. બધાને લાગ્યું કે, પુષ્પા મરી ગયો છે. જ્યારે વાસ્તવમાં તે જંગલોમાં જંગલી પ્રાણીઓ માટે લગાવેલા કેમેરામાં કેદ થઈ જાય છે.

ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજી સુધી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. એવા અહેવાલો હતા કે, નિર્માતાઓએ ‘પુષ્પા ૨’ ફરીથી શૂટ કરવાની યોજના બનાવી છે અને તેના કારણે રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. હવે સમાચાર છે કે, તે મે ૨૦૨૪ પહેલા રિલીઝ નહીં થાય.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.