Western Times News

Gujarati News

પાવાગઢમાં ૧૧ ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે

આ સેવા પાંચ દિવસ માટે બંધ રહેશે

છેલ્લા ઘણાં સમયથી સેવામાં ખામી આવતી હોવાના કારણે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી છે

વડોદરા, શું તમે આ સપ્તાહમાં યાત્રાધામ પાવાગઢ મંદિર જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. આપને જણાવીએ કે, ૧૧ ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનેન્સ કામગીરીના લીધે રોપવે સેવા બંધ રહેશે. જાેકે, ૧૨ ઓગસ્ટ શનિવારના રોજથી રાબેતા મુજબ આ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આ સેવા પાંચ દિવસ માટે બંધ રહેશે અને શનિવારે ફરીથી શરૂ થઇ જશે. The ropeway service will be closed in Pavagadh till August 11

આ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, તારીખ સાતમી ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનેન્સ કામગીરીના લીધે રોપવે સેવા બંધ રહેશે. છેલ્લા ઘણાં સમયથી સેવામાં ખામી આવતી હોવાના કારણે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી છે.

આ માટે આગામી ૫ દિવસ રોપવે સેવા બંધ રહેશે. ૧૨ ઓગસ્ટથી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રાજ્યમાં ૭૪મા વનમહોત્સવનો આરંભ કરાવતા પાવાગઢથી ૬ કિલોમીટર દૂર તળેટીમાં જેપુરા ખાતે જાપાની મિયાવાકી પદ્ધતિમાં થોડો બદલાવ કરી સર્જાયેલા નાનકડા ટૂરિસ્ટ વનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ‘વનકવચ’ તરીકે ઓળખાવાતું આ મિની ફોરેસ્ટ ૪૦ લાખના ખર્ચે આશરે ૧.૧ હેક્ટરમાં ૧૦૧ જાતના વિવિધ ૧૧ હજાર રોપા વાવીને આકાર પામ્યું છે,

જેની ફરતે ફેન્સિંગ કરી પ્રવેશદ્વારે ચાંપાનેર સ્થાપત્યની શૈલીમાં પથ્થરનો ગેટ લગાવાયો છે. વિશિષ્ટ પ્રકારે પથ્થરમાં કોતરણી કરી ૮ પિલરોની મદદથી ગઝેબો ઊભા કરાયા છે તથા સહેલાણીઓને ચાલવા માટે કેનોપી વોકવે તૈયાર કરાયા છે. ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજાે, કુસુમ, ચારોળી, ટીમરૂ, અરડુસી, વાયવર્ણો, પારિજાતક, અશ્વગંધા તેમજ અતિ દુર્લભ એવા પાટલા, કીલાઈ, પત્રાળી, ભિલામો, ટેટુ, ભૂત આલનના રોપા લગાવાયા છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.