USમાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ ગુજરાતીઓ જ કરે છે
અમેરિકામાં ડ્રગ્સ પછી બીજા નંબરે હ્યુમન ટ્રાફિકિંગનો ૧પ,૦૦૦ કરોડ ડોલરનો સૌથી મોટો વ્યવસાય
વડોદરા, અમેરીકામાં માનવ તસ્કરી હ્યુમન ટ્રાફીકીગ સામે ત્યાની સરકારે બનાવેલી હ્યુમન એડવાઈઝરી કાઉન્સીલના પૂર્વ સદસ્ય હેરાલ્ડ ડીસોઝા મુળ વડોદરાના છે. તેઓ હાલમાં વડોદરામાં આવ્યા છે અને આ દરમ્યાન તેઓએ કાયદાશાસ્ત્ર નો અભ્યાસ કરતા વિધાર્થીઓને અમેરીકામાં ગેરકાયદે ઘુસી આવેલા લોકો માટે અમેરીકી કઈ રીતે નર્ક બની જાય છે. તે અંગે સમજણ આપી હતી.
હેરાલ્ડ ડિસોઝા પોતે ર૦ વર્ષ પહેલા અમેરીકામાં ઉચ્ચ પગારની નોકરીની લાલચ હ્યુમન ટ્રાફીકીગનો ભોગ બન્યા બાદ અમેરીકામાં રહીને જ લડત ચલાવી અને અસંખ્ય હ્યુમન ટ્રાફીકીગના ચકકરમાં ફસાયેલા અસંખ્ય પીડીતોને ન્યયા અપાવ્યો છે.
તેઓ કહે છે કે અમેરીકામાં ડ્રગ્સ પછીી બીજા નંબર હ્યુમન ટ્રાફીકીગ નો ૧પ,૦૦૦ કરોડ ડોલરની સૌથી મોટો વ્યવસાય છે. ડ્રગ્સની જેમ જ આ વ્યવસાયને મોટા માફીયા કંટ્રોલ કરી રહયા છે. હ્યુમન ટ્રાફીકીગ યસામે અમેરીકામાં હજુ કાયદા કડક નથી તેની સામે અવાજ ઉઠાવ્યો છે.
અને હ્યુમન ટ્રાફીકગ કરનારાને રપ થી ૩૦ વર્ષ સખત કેદની સજાની માગ કરી છે. અમેરીકામાં ગેરકાયદે ઘુસતા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતી અને પંજાબીઓઅ હોય છે. લાખો રૂપિયા એજન્ટોને આપીને અમેરીકામાં આવે છે.
અમેરીકામાં લીગલી સ્વર્ગ છે તો ઈલલીગલી નર્ક છે. અહી મોટેલ ગેસ, સ્ટેશન, રેસ્ટોરાં, કન્વેનીયન્સ સ્ટોર, એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રમાં ભારતીય ખાસ કરીને ગુજરાતીઓના બજાવે છે. અમેરીકામાં મજુરી મોઘી છે.
એટલે ગેરકાયદે ઘુુસતા લોકોને અહી ગુલામની જેમ રાખવામાં આવે છે ફકત ખાવાનું અને રહેવાનું આપવામાં આવે છે. અને ૧૪-૧૪ કલાક મજુરી કરાવે છે. આમ અમેરીકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ ગુજરાતીઓ જ કરે છે.
ઉલ્લેખનીય છેકે બરાક ઓબામાં પ્રેસીડેન્ટ હતા ત્યારે તેઓએ હેરાલ્ડ ડીસોઝાની હ્યુમન એડવાઈઝરી કાઉન્સીલના સભ્ય તરીકે નિમણુંક કરી હતી જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેઓની નિમણુંક કરી હતી. આજે વડોદરામાં હેરાલ્ડ ડીસોઝાએ પારૂલ યુનિવસીટીની લો ફેકલ્ટીના વિધાર્થીઓને હ્યુમન ટ્રાફીકીગ અને તેના કાયદાઓ વિશે જાણકારી આપી હતી.