Western Times News

Gujarati News

બ્લડ રિલેશનમાં ભાડે આપેલી મીલકતના પ્રોપર્ટી ટેક્ષ માટે ‘સેલ્ફ’ ધોરણે આકારણી કરાશે

બ્લડ રીલેશન-સંબંધીની વ્યાખ્યામાં માલીકના દાદા-દાદી, માતા પિતા, ભાઈ-ભાભી બહેન પત્ની, પુત્ર પુત્રવધુ, પુત્રી, પૌત્ર, પૌત્રીને ગણવાના રહેશે. માલીકીના સંબંધેી કોઈપણ ભાડું ચુકવતા નથી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા જાે બ્લડ રીલેશન ધરાવતા સગાં-સંબંધીને મીલકત ભાડે આપવામાં આવી હોય તેવા કિસ્સામાં ‘સેલ્ફ’ ધોરણે આકારણી કરવાનું નકકી કરાયું છે. આ હેતુસર રેવન્યુ કમીટીમાં નીતી વિષયક નિર્ણય કરવામાં આવ્યો છે.

અને આ પ્રકારે બ્લડ રીલેશનમાં સગાંઓઅને મિલકતોન ઉપયોગ કરવા માટે આપવામાં આવી હોય તેવી મીલકતના પ્રોપર્ટીટેક્ષની આકારણી કરવા તે અંગેની વ્યાખ્યામાં સુધારો કરાયો છે. જેના પરીણામે કોમર્શીયલ મિલકતોમાં ડબલ ટેક્ષ વસુલાતો હતો તેમાં બ્લડ રીલેશન ધરાવતી મિલકતોમાં હવે ‘સેલ્ફ’ ફેકટરના આધારે ભાડાની ગણતરી થવાને લીધે કોપોરેટ અને બીઝનેસ કરદાતાઓને લાભ થશે.

રેવન્યુ કમીટી ચેરમેન જૈનીક વકીલે જણાવ્યું હતું કે, જાે મિલકતનો વપરાશ મિલકતના માલીક અથવા તેની સાથે સંબંધીની વ્યાખ્યામાં આવતા વ્યકિત દ્વારા કરવામાં આવતો હોય અને કોઈ પ્રકારનું ભાડું ચુકવતા ન હોય તો તેવા કિસ્સામાં મીલકતની આકારણે ‘સેલ્ફ’ ધોરણે કરવામાં આવશે.

બ્લડ રીલેશન-સંબંધીની વ્યાખ્યામાં માલીકના દાદા-દાદી, માતા પિતા, ભાઈ-ભાભી બહેન પત્ની, પુત્ર પુત્રવધુ, પુત્રી, પૌત્ર, પૌત્રીને ગણવાના રહેશે. માલીકીના સંબંધેી કોઈપણ ભાડું ચુકવતા નથી તે અંગે જરૂરી પુરાવાની ખાત્રી કરવામાં આવશે. જાે મિલકતના વપરાશ ભાગીદારી પેઢી એલએલપી લીમીટેડ કંપની દ્વારા કરવામાં આવતો હોય તો

અને મીલકતના માલીક બ્લડ રીલેશનમાં હોય તેવી ભાગીદારી પેઢી એલએલપી લીમીટેડ કંપનીમાં ર૦ ટકા અથવા તેથી વધુ હિસ્સો એટલે કે નોધપાત્ર હિસ્સો ધરાવતા હોય અને કોઈ પ્રકારનું ભાડું ચુકવતા ન હોય તેમજ તે સંબંધી દ્વારા ઈન્કમટેક્ષ હેઠળ તે ખર્ચ તરીકે બુક ન થતો હોય

તો તેવા કિસ્સામાં જરૂરી પુરાવા ચકાસીીને મીલકતની આકારણી ‘સેલ્ફ’ ધોરણે કરવામાં આવશે. આ હેતુસર કરદાતાઓ સીએ સર્ટીફીકેટ આઈટી, રીટર્ન, ભાડું ચકવતા ન હોવાનું નોટરી કરાવવેલ સોગંદનામુ બેલેન્સ સીટ નફા-નુકશાન ખાતું સહીત સાંયોગીક પુરાવા રજુ કરવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.