108ના EMT અને પાયલોટ દ્વારા હ્દયરોગના દર્દીનો જીવ બચાવાયો
પાટણમાં ૧૦૮ના ઈએમટીની સારવારને લઈ હ્ય્દયરોગના દર્દીને નવજીવન મળ્યું
પાટણ, સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના વતની ચૌધરી રણછોડભાઈ પરમાભાઈ (ઉ.૪૦)ને ગતરાત્રીએ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અને શ્વાસ લેવામાં તકલીફ સાથે માથુ દુઃખવું, ગભરામણ થવી, બરડાના ભાગે દુખાવો થવાની તકલીફ ઉભી થતાં પરિવારજનોએ ૧૦૮નો સંપર્ક કર્યો હતો
અને સંપર્ક કરતાંની સાથે જ ૧૦૮ સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશનના ઈેઅમટી વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદે ઘટના સ્થળે પહોંચી દર્દીની હાલત જાેતા દર્દીને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવતા ૧૦૮માં ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટે તેઓની હેડ ઓફિસે રહેલા ઈઆરસીપી ડો. મહેશભાઈ સાથે કોન્ટેકટ કરીને દર્દીની હકીકત જણાવતા ડો. મહેશભાઈએ દર્દીને જરૂરિયાત મુજબની સારવાર આપવાની સલાહ આપતા
ડોકટરની સલાહ પ્રમાણે ઈએમટી અને પાયલોટ દ્વારા દર્દીની સારવાર ચાલુ શરૂ કરી તેમને વધુ સારવાર હેઠળ ધારપુર હોસ્પિટલમાં શિફટ કર્યા હતા જયાં દર્દીને સમયસરની સારવાર મળતા દર્દીનો જીવ બચતા પરિવારજનોએ ૧૦૮ના ઈએમટી વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદ સહિત ધારપુરના તબીબો અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.