Western Times News

Gujarati News

ભરૂચમાંથી ૨.૩૦ લાખના ગાંજાનો જથ્થો ઝડપાયોઃ મહિલા સહિત બે ઝડપાયા

પોલીસે ૨.૩૦ લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીઃ સુરતના એકને વોન્ટેડ જાહેર કરાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચ ર્જીંય્ પોલીસ સ્ટેશન પાછળથી જ ર્જીંય્ ગાંજાનો ૨૦.૯૬૧ કિ.ગ્રા જથ્થા સાથે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

ભરૂચ શહેરમાં યુવાનોને ઉડતા ભરૂચ બનાવે તે પહેલા જ ભરૂચ ર્જીંય્ એ કસક નવી નગરી માંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઈરાદે લાવવામાં આવેલ ૨ લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે અને નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.સૂચનાને આધારે ભરુચ ર્જીંય્ ના પી.આઈ એ.એ.ચૌધરી અને તેઓની ટીમ પેટ્રોલિંગમા હતી.

દરમ્યાન બાતમી મળી હતી કે મહંમદપુરાના કરિશ્મા કોમ્પલેક્ષમાં રહેતો જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને ન્યુ કસક નવી નગરીમાં રહેતી શાહીસ્તા અબ્દુલ મુસા અરબ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા કમાવવાના ઈરાદે ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવનાર છે.

બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ટ્રોલીબેગો અને બેગપેક બેગમાં સંતાડેલ ૨૦.૯૬૧ કિ. ગ્રા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ર્જીંય્ એ ૨.૦૯ લાખનો ગાંજાે અને એક ફોન મળી કુલ ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

અને જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને શાહીસ્તા અબ્દુલ મુસા અરબને ઝડપી પાડી હતી.જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુરતના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.