Western Times News

Gujarati News

મોટેરા પાસે 236 એકરમાં ઉભા થનારા સ્પોટ્‌ર્સ એન્કલેવના માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન

ઓલિમ્પિક-ર૦૩૬ માટે એસવીપીને ‘ગોલિમ્પિક’ નામ મળ્યું, ત્રણ હજાર મકાનોનું ગામ બનશે

(એજન્સી)ગાંધીનગર, વર્ષ ર૦૩૬માં ઓલીમ્પીક ગેમ્સના આયોજન અને અમલ માટે ગુજરાત સરકારે “સ્પેશીયલ પર્પઝ વ્હિકલ” અર્થાત એસપીવીની સ્થાપના કરી છે. જેની જાહેરાત ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર

અને રાજયના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને સેક્રેટરીઓની એક બેઠકમાં હર્ષ સંઘવી અને સેક્રેટરીઓની બેઠક બેઠકમાં થઈ હતી.ગુજરાત ઓલીમ્પીક પ્લાનીગ એનડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ જીઓએલવાયએમપીઆઈસી એવું નામ અપાયું છે.

જેનો ગુજરાતીમાં ઉચ્ચાર ‘ગોલિમ્પીક’ થાય છે. આ શબ્દથી ગુજરાત હવે વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એકિટવીટી સાથે જાેડાશે !ઓલીમ્પીકના આયોજન રચાયેલી બે કમીટીઓની આ પહેલી બેઠક હતી. જેમાં અમદાવદામાં ત્રણ હજાર મકાનો સાથે નવું ગામ ઉભું કરવાથી લઈને મોટેરા પાસે ર૩૬ એકરમાં તૈયાર થઈ રહેલા સ્પોર્ટસ એન્કલેવના માસ્ટર પ્લાન સહીતનું પ્રેઝન્ટેશન પણ રજુ થયું હતું.

ગોલીમ્પીક-એસપીવીનું રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે. જેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે તેમ જણાવતા ટોચના અધિકારીએ કહયું કે, હવે પછી આ એસવીપી મારફતે જ ઓલીમ્પીક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. ગુરુવાવરે મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ઠાકુર વર્ચુઅલ પ્લેટફોર્મથી જાેડાયા હતા.

ભારત સરકાર અને રાજય સરકારના સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટના સેક્રેટરીઓ સહીતની આ બેઠકમાં અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કવેલના એ ઓલીમ્પીકની વિવિધ રમતો માટેનું મુખ્ય કેન્દ્ર રહેશે.

મોટેરા ખાતે ર૩૬ એકરમાં તૈયાર થનારા આ એન્કલેવમાં અંદાજે રૂપિયા ૪,૬૦૦ કરોડનો ખર્ચ થશે. જયાં ૯૩ લાખ ચોરસ ફુટમાં ર૦ જેટલી સ્પોર્ટસનું શિસ્તબદ્ધ આયોજન થઈ શકે તેના માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.