Western Times News

Gujarati News

રજનીકાંતના કટઆઉટને દૂધથી સ્નાન-આરતી ઉતારાઈ

તામીલનાડુમાં ૯૦૦ થીયેટરમાં જેલર મુવી રીલીઝ કરાઈ છે.

ચેન્નઈ, દક્ષીણના સુપર સ્ટાર રજનીકાંતની ફીલ્મ જેલર રીલીઝ થઈ ગઈ છે. ફીલ્મમાં રજનીકાંત ઉપરાંત તમન્ના ભાટીયાનું શાનદાર ડાન્સીગ નંબર આકર્ષણનું કેન્દ્ર છે. રજનીકાંતની ફીલ્મ પ્રત્યે તેમના ફેન્સમાં ઘેલું આકર્ષણ જાેવા મળી રહયું છે. સિનેમાઘરોની બહાર સવારથી જ રજની સમર્થકો એકઠા થઈ ગયા હતા.

રજનીકાંતના મોટા મોટા કટ આઉટ લગાવાયા છે. ફેન્સ તેમના કટઆઉટને દુધથી સ્નાન કરાવતા હતા તો કોઈ ફેન્સ તેમની આરતી ઉતારતા જાેવા મળ્યા હતા. ફેન્સ ફટાકડા ફોડી રહયા હતા. ડાન્સ કરી રહયા હતા. સીનેમાઘરોની બહાર એકમદ ઉત્સવવ જેવું વાતાવરણ જાેવા મળી રહયું હતું.

જેલર ફીલ્મ માટે ગુરુવારે ચેન્નઈ અને બેગલુુરુની ઓફીસોમાં કર્મચારીઓન ફીલ્મ જાેવા જજઈ શકે તે માટે રજા આપી દેવામાં આવી છે. એટલું જ નહી ઘણી ઓફીસોમાં તો જેલર ફીલ્મની ટીકીટોનું સ્ટાફને મફતમાં વિતરણ પણ કરાયું છે.

તામીલ ભાષામાં બનેલી આ ફીલ્મને હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ રીલીઝ કરાઈ છે. તામીલનાડુમાં ૯૦૦ થીયેટરમાં જેલર મુવી રીલીઝ કરાઈ છે. ફીીલ્મના નિર્માતાઓને આશા છે કે જેલર ફીલ્મની પહેલા દીવસની કમાણી પ૦ કરોડને પાર થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.