Western Times News

Gujarati News

રાજકોટ સ્થિત વિદ્યા ભારતી સંલગ્ન સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 15 મી ઓગસ્ટની ઉજવણી

દેશવાસીઓને 77માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવતા ડો. વલ્લભભાઈ કથીરિયા

નવા થોરાળા રાજકોટ સ્થિત વિદ્યા ભારતી સંલગ્ન સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શિશુ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ડો. વલ્લભભાઈ કથીરિયા સાહેબનું સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ડો. કથીરિયાએ પોતાના વક્તવ્યમાં બાળકોમાં દેશ ભક્તિ ઉજાગર થાય તે માટે ઉમદા ઉદાહરણો દ્વારા બાળકો ને દેશ ભક્તિ ની વાતો કહી અને ભારતના અમૃતકાળના દિકરા – દિકરીઓએ 2047ના શતાબ્દી મહોત્સવમાં શક્તિ-સંપન્ન, વિશ્વગુરુ, ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ થાય તે માટે બાળકોએ નેતૃત્વની જવાબદારી નિભાવે તેવી, યુવા પેઢી નિર્માણ થાય.

જેવી અનેક બાબતો બાળકો ને અને તેમના માતા – પિતાઓને સમજાવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી, મનમાંથી ગુલામીની માનસિકતા દૂર કરી, સંસ્કૃતિ અને વિરાસત પર ગર્વ કરે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાનું કર્તવ્ય બજાવવાનો સંકલ્પ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ઉપરોક્ત સમારોહમાં શાળાના ટ્રસ્ટી શ્રી ડો.બલવંતભાઈ જાની, શ્રી રમેશભાઈ ઠાકર, શ્રી સમીરભાઈ પંડિત તથા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ પટેલ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.