એવી તે કેવી બેદરકારી !! સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાના પેટમાં કાતર ભૂલી ગયા ડોક્ટરો
વિજયવાડા, ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ છે. પરંતુ જ્યારે ડોક્ટર જ બેદરકારી દાખવે તો વ્યક્તિનો જીવ જવામાં સમય લાગતો નથી. જવાબદારીની સમયે બેદરકારીનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. Doctors forgot the scissors in the woman’s stomach after cesarean delivery
આંધ્રપ્રદેશના વિજયવાડાના એલુરુ સરકારી હોસ્પિટલની જ વાત કરીએ તો, અહીંયાના ડોક્ટરો સિઝેરિયન કર્યા બાદ મહિલાના પેટમાં જ સર્જિકલ સીઝર ભૂલી ગયા હતા. સર્જિકલ પ્રક્રિયા બાદથી જ મહિલાએ પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરતાં અન્ય હોસ્પિટલમાં તેની અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરોની બેદરકારી પ્રકાશમાં આવી હતી. એલરુ જિલ્લાના કલેક્ટરે બેદરકારીની ગંભીર નોંધ લીધી હતી અને જિલ્લા મેડિકલ અને હેલ્થ ઓફિસર પાસેથી રિપોર્ટ માગ્યો હતો.
પેડાપડુ મંડળના એસ કોથાપલ્લી ગામની સગર્ભા મહિલા જી સ્વપ્નાને ૧૯ એપ્રિલે ડિલિવરી માટે એલુરુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. ડિસ્ચાર્જ મળ્યા બાદ સ્વપ્ના ઘરે જઈ હતી. જાે કે, તેને વારંવાર પેટમાં દુખાવો થતો હતો.
સામાન્ય દુઃખાવો થતો હોવાનું સમજીને તે દવા લેતી રહી હતી. ૮મી ઓગસ્ટે સ્વપ્નાને પેટમાં તીવ્ર દુઃખાવો ઉપડ્યો હતો અને તે એલુરુની હોસ્પિટલે પાછી ગઈ હતી. ત્યાંના ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું હતું અને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી, જ્યાં એક્સ-રેમાં તેના પેટમાં સર્જિકલ સીઝર રહી ગઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
વિજયવાડા સરકારી હોસ્પિટલના ડો. પ્રભાકરે સર્જરી કરી હતી અને સીઝરને દૂર કરી હતી. ૧૦મી ઓગસ્ટે સ્વપ્નાને ઈલુગુથી ત્યાં લઈ જવામાં આવી હતી. ‘સર્જિકલ સીઝર પેટમાં રહી ગઈ હતી અને તેની સાઈઝ બે ઈંચ જેટલી હતી. પેટમાં રહી ગયેલી કાતર તેના આંતરડામાં ચોંટી ગઈ હતી અને તેના કારણે તેને ચેપ લાગ્યો હતો.
અમે ચેપગ્રસ્ત આંતરડાનો ભાગ દૂર કર્યો હતો. તેની સારવાર ચાલી રહી છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે દર્દીની તબિયત હવે સ્થિર હોવાનું કહ્યું હતું. હેડ ઓફ સર્જરી ડો. અપ્પા રાવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જાે મહિલાએ તેની પીડાની અવગણના કરી હોચ તો ચેપના કારણે કદાચ તેનો જીવ પણ જતો રહ્યો હોત. એલુરુના જિલ્લાના કલેક્ટર વી પ્રસન્ના વેંકટેશે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
થોડા દિવસ પહેલા કેરળની કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં મહિલાનું ઓપરેશન કર્યા બાદ ડોક્ટરો પેટમાં સીઝર ભૂલી ગયા હતા. ઓપરેશન છેક ૨૦૧૭માં થયું હતું. મહિલાની સામે હકીકત આવતા તેણે હોસ્પિટલના બે ડોક્ટરો અને બે નર્સિંગ સ્ટાફ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, તે છેક સુધી લડત લડી હતી.
૩૦ નવેમ્બર ૨૦૧૭માં તે પોતાની ત્રીજી ડિલિવરી માટે મેડિકલ કોલેજ હોસ્પિટલ ગઈ ત્યારે આ ગરબડ થઈ હતી. તેને પેટમાં વારંવાર દુઃખાવો થતો હતો. રેડિયોલોજિકલ તપાસથી પેટમાં સીઝર હોવાનું જાણવા મળ્યું હતું. સર્જરી બાદ તે દૂર કરવામાં આવી હતી.SS1MS