Western Times News

Gujarati News

અસલી ગદર તો ગુરુદાસ માનની હતી, ફિલ્મે જીત્યો હતો નેશનલ એવોર્ડ

મુંબઈ, સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર ૨’ની ચારે તરફ ધૂમ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મ અનિલ શર્માની વર્ષ ૨૦૦૧માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં પાકિસ્તાન અને ભારતના ભાગલાના દર્દ અને તકલીફ વચ્ચે પ્રાંગરતી લવસ્ટોરીને દર્શાવાઈ છે.

‘ગદર ૨’એ એક તરફ થિયેટર્સની રોનક પાછી લાવી દીધી છે, તો બીજાે પક્ષ એવો પણ છે કે કેટલાક લોકોને આ કહાણી પસંદ નથી આવી. કેટલાક તેને ‘ગદરઃ એક પ્રેમ કથા’ કરતા નબળી જણાવી રહ્યા છે.

જાેકે, આજે આપણે તેના વિશે વાત નથી કરવાના, પરંતુ આપણે અસલી ‘ગદર’ હીરો બૂટા સિંહની કહાણી જાણવાના છીએ. એ બૂટા સિંહ, જે અસલી ‘તારા સિંહ’ હતા, જેમણે પોતાના પ્રેમ માટે પોતાને પાકિસ્તાનમાં કુરબાન કરી દીધો હતો.

આ હીર-રાંઝા જેવી લવસ્ટોરી પર ૨૪ વર્ષ પહેલા એક પંજાબી ફિલ્મ બની હતી. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેમાં બૂટા સિંહની કહાણીને કોઈ ફેરફાર કર્યા વિના દર્શાવાઈ હતી.

જેમ ‘ગદરઃ એક પ્રેમ કથા’માં તારા સિંહ ભારત-પાકિસ્તાનના ભાગલા વચ્ચે સકીનાનો જીવ બચાવ્યો હતો અને પછી બંનેને પ્રેમ થઈ ગયો હતો. તદ્દન એવી જ રીતે બ્રિટિશ આર્મીના ભારતીય સોલ્જર બૂટા સિંહને પણ જેનબ નામની પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ લગ્ન કર્યા અને એક દીકરીનો જન્મ પણ થયો. પરંતુ બંનેને તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલની આગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરિણામ એ આવ્યું કે, બંને જુદા પડી ગયા.

બૂટા પોતાની જેનબ માટે મુસ્લિમ પણ બની ગયા. તેઓ પાકિસ્તાન પણ ગયા, પરંતુ તેમને તેમનો પ્રેમ ન મળી શક્યો. પાકિસ્તાનમાં બૂટા સિંહની ધરપકડ કરાવી દેવાઈ. પરંતુ, જ્યારે જૈનબએ બૂટા સિંહની સાથે પાછા ફરવાનો ઈનકાર કરી દીધો, તો તેઓ આ દુઃખ સહન ન કરી શક્યા. તેમણે પાકિસ્તાનમાં ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવ આપી દીધો.

બૂટા સિંહના જીવન પર સૌથી પહેલા પંજાબી ફિલ્મ બની હતી, જેમાં ગુરદાસ માન અને દિવ્યા દત્તાએ અભિયન કર્યો હતો. ૧૯૯૯માં નવા વર્ષ પર ગુરદાસ માનના પ્રોડક્શન હાઉસ ‘સાઈ પ્રોડક્શન્સ’માં આ લવસ્ટોરી પર ‘શહીદ-એ-મોહબ્બત બૂટા સિંહ’ ફિલ્મ બની હતી. જેમાં બૂટા સિંહના પ્રેમ, વિયોગ અને દર્દનાક મોતને પણ દર્શાવાયું હતું.

‘શહીદ-એ-મોહમ્બત બૂટા સિંહ’ને ૪૬મા નેશનલ એવોર્ડમાં પંજાબી બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મને માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો હતો. ઘણા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું હતું.

ફિલ્મના ગીતો પણ ઘણા કણર્પ્રિય હતા. ગુરદાસ માન ઉપરાંત નુસરત ફતેહ અલી ખાન, આશા ભોંસલે અને કરામાત અલી ખાને ગીતો ગાયા હતા. ‘ગદર’ની જેમ અહીં પણ અશરફ અલી અને ઘણા પાત્રો હતા, જેને તમે જાેતો તો રિટેલ કરી શકશો. બૂટા સિંહનું પાત્ર ગુરદાસ માને તો, જૈનબનું પાત્ર દિવ્યા દત્તાએ ભજવ્યું હતું. તો, જૈનબના પિતા એટલે કે સકીનાના પિતાનો રોલ બીએન શર્માએ ભજવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.