Western Times News

Gujarati News

યોગેશ ત્રિપાઠી ફોટો આલબમમાં જીવનની યાદો મઢી લે છે!

આજે લોકો ફેન્સી ફોન ફિલ્ટર્સનો ઉપયોગ કરીને સેલ્ફીઓ મઢી લે છે અને સોશિયલ મિડિયા પર તે શેર કરે છે. જોકે અભિનેતા યોગેશ ત્રિપાઠી માને છે કે જૂના જમાનાના ફોટો વિશે કાંઈક વિશેષ છે, જે ડિજિટલ મઢી શકતા નથી.

આથી જ એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતો યોગેશ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નું નિમિત્ત સાધીને જૂના જમાનાની ફોટોગ્રાફીની સમકાલીન કળા થકી મજેદાર યાદોનું સંવર્ધન કરવાના પોતાના લગાવ વિશે વાત કરે છે. તેણે બહુ જ વહાલથી ખાસ ફોટો આલબમ બનાવીને પોતાના જીવનના પ્રવાસની રૂપરેખને કાળજીપૂર્વક જાળવી રાખી છે.

સમયાંતરે યોગેશે તેના સંતાને આ દુનિયામાં પ્રથમ શ્વાસ લીધો અને તેમની પા પા પગલીથી શાળામાં સિદ્ધિઓ સુધી સંતાનની વૃદ્ધિના અમૂલ્ય અવસરોને મઢી રાખવાની આનંદિત પરંપરા કેળવી રાખી છે. ફોટો ખેંચવાનું બહુ દુર્લભ હતું તે સમયે પોતાનો ઉછેર વિશે બોલતાં અભિનેતા ભારપૂર્વક જણાવે છે કે આ રોચક સંકલન જૂની યાદો તાજી કરવા સાથે તેઓ પસાર થયા તે હૃદયસ્પર્શી ભાવનાઓને સંપૂર્ણપણે ફરીથી અનુભવવા માટે તેમને મોકો આપે છે.

અવસરો મઢી લેવાના પ્રેમ વિશે બોલતાં યોગેશ ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “ફોટોગ્રાફી બારીક નિરીક્ષણ કરવાની કળા છ. આ પ્રવાસ અસાધારણ વાતાવરણમાં મંત્રમુગ્ધ કરનારાં તત્ત્વોને ઉજાગર કરવાનો પ્રવાસ છે. આ દ્રષ્ટિથી પણ પાર ચિત્ર આપણે આસપાસના વાતાવરણને કઈ રીતે ધારીએ તે ઉજાગર કરે છે.

આજના યુગમાં પરફેક્ટ પિક્ચર લેવાનું ઘેલું, સૂઝબૂઝપૂર્વક પાર્શ્વભૂ પસંદ કરવાથી લઈને યોગ્ય ફિલ્ટર્સ લાગુ કરવા સુધી આપણો ઉપભોગ કરે છે. કલાકાર તરીકે હું પણ આ અભિગમથી પ્રેરિત છું. જોકે જૂની ફેશનની ભાવનાઓને અગ્રતા આપતાં પિક્ચર પરફેક્ટ અવસરોને બદલે યાદો મઢી લેવાનું મને વધુ ગમે છે.

મારી પત્નીની ગર્ભાવસ્થાના નવ મહિનાનો પ્રવાસ મેં મઢી લીધો છે, જે મારા ફોટો આલબમમાં મેં સાચવી રાખ્યું છે.મારું ટેણિયું સૌપ્રથમ પગ પર ઊભું રહ્યું ત્યારથી શાળા માટે સેન્ડવિચ બનાવવાના મારા પુત્રના ગૌરવશાળી અવસર સુધી, દરેક ફોટો સિદ્ધિઓનો ખજાનો છે.

દરેક જીવનના અવસરો સમયને રોકવામાં મદદ કરે છે, જે કોઈ પણ અમૂલ્ય અવસર ચૂકી નહીં જવાય તેની ખાતરી રાખે છ. મારા પુત્રની શાળાની સિદ્ધિઓને ફોટોગ્રાફ્સમાં જોઉં છું ત્યારે મારું મન ગૌરવથી ઊભરાઈ આવે છે. આ ફોટો આલબમ મારા જીવનના પ્રવાસની સ્વર્ણિમ વાર્તા છે, જે યાદો થકી બોલકણો પ્રવાસ છે.

આ વિચાર મુંબઈમાં હું રૂમમેટ્સ સાથે રૂમ શેર કરતો તે મારા વહેલા દિવસો દરમિયાન વર્ષો પર્વે અંકુરિત થયો હતો. મારા એક મિત્રએ મને એક દિવસ ખાવાનું બનાવતાં પકડી પાડ્યો અને તેણે આ મજેદાર અવસરને મઢી લીધો હતો. તેમાંથી ફોટોગ્રાફ પ્રત્યે મારો વિચાર ઝબકી ઊઠ્યો હતો.

તે એક ફોટોથી મને મેમરી આલબમ બનાવવાનું સૂઝ્યું, જે કલેકશન તમને નવો જોશ અને પ્રેરણા આપે છે. આ વિઝ્યુઅલ શક્તિ જોશ બુલંદ બનાવે છે, મજેદાર ભૂતકાળની યાદો તાજી કરે છે અને આગળ વધવા માટે મને પ્રેરિત કરે છે. આ આલબમમાં બંધ યાદો ડિજિટલ ડિવાઈસીસના ઊડતા પ્રકારમાં કાયમી સંગ્રહનો આનંદ પ્રદાન કરે છે.

ફોટોગ્રાફી ભાવનાઓ અને પ્રેમને મઢી શકે છે. આ માધ્યમ આપણે શું મઢ્યું તેની યાદ તાજી કરે છે. આપણે ભૂલી શકીએ તે યાદોનો આ ખજાનો બની જાય છ અને સમય વીતવા સાથે તેમનું રક્ષણ કરવાનું ભાન આપણને કરાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.