Western Times News

Gujarati News

અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા

મુંબઈ, કેનેડાની નાગરિકતા ધરાવતા બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ફરીથી ભારતીય નાગરિકતા મળી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર અક્ષય કુમારે ટિ્‌વટર પર આ ખુશખબર તેના તમામ ફેન્સ અને દેશવાસીઓ સાથે શેર કરી છે. અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતો હતો. Actor Akshay Kumar got Indian citizenship

ભારતમાં ટેક્સ ચૂકવતી વખતે પણ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. ઘણા સમયથી અક્ષય કુમાર ભારતની નાગરિકતા મેળવવાની કોશિશ કરી રહ્યો હતો અને આખરે તેણે સ્વતંત્રતા દિવસ પર ભારતની સિટિઝનશીપ મળી ગઈ. આ ખુશી શેર કરતા અક્ષયે ટ્‌વીટ કરીને લખ્યું કે, Dil aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind!

કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી. જ્યારે ફિલ્મો સારી ચાલી રહી ન હતી ત્યારે અક્ષય કેનેડામાં રહેવાનું વિચારી રહ્યો હતો. અક્ષયે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, ‘થોડા વર્ષો પહેલા મારી ફિલ્મો સારી ચાલી રહી ન હતી અને લગભગ ૧૪-૧૫ ફિલ્મો ફ્લોપ રહી હતી, તેથી મેં વિચાર્યું કે કદાચ મારે બીજે જઈને કામ કરવું જાેઈએ.’

જાે કે, કેનેડાની નાગરિકતા અંગે સતત ટીકાઓનો સામનો કરી રહેલા અક્ષયે વર્ષ ૨૦૧૯માં જ ભારતીય નાગરિકતા પાછી મેળવવા માટે અરજી કરી હતી. અક્ષયે કહ્યું હતું કે, ‘મારા માટે ભારત જ સર્વસ્વ છે, મેં જે કંઈ કમાવ્યું છે, જે કંઈ મેળવ્યું છે તે અહીંથી છે. અને હું ભાગ્યશાળી છું કે મને પરત આપવાની તક મળી.

જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે. ૧૯૯૦ના દાયકામાં અક્ષયની સતત અનેક ફિલ્મો ફ્લોપ ગઈ. તેણે જણાવ્યું કે તેની ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ પરફોર્મન્સે તેને કેનેડિયન નાગરિકતા માટે અરજી કરવા પ્રેરિત કર્યો. અક્ષયે કહ્યું, ‘મેં વિચાર્યું કે મારી ફિલ્મો નથી ચાલી રહી અને મારે કામ કરવું પડશે. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે કહ્યું – અહીં આવો. મેં અરજી કરી અને હું નીકળી ગયો.

તેણે વધુમાં કહ્યું કે, ‘મારી પાસે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને તે નસીબની વાત છે કે તે બંને સુપરહિટ બની. પછી મારા મિત્રે કહ્યું કે પાછા જાઓ અને ફરીથી કામ શરૂ કરો. મને થોડી વધુ ફિલ્મો મળી અને વધુ કામ મળતું રહ્યું. આ સાથે હું ભૂલી ગયો કે મારી પાસે પાસપોર્ટ છે. મેં ક્યારેય વિચાર્યું નથી કે મારે આ પાસપોર્ટ બદલવો જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.