Western Times News

Gujarati News

૩૩મી T૨૦ ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે ૫૦ વિકેટ પૂરી કરી

ડબલિન, ટીમ ઈન્ડિયામાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી કે બોલરો શોધવા જઈએ તો ફાસ્ટ બોલર મળે નહીં. અને ૧૩૦ કિ.મી.થી વધારે ફાસ્ટ બોલિંગ નાંખવા માટે તમારે ખેલાડીની ખોજ કરવી પડે એવી સ્થિતિ હવે નથી. હવે તો કાશ્મીરથી આવેલો નવો છોકરો પણ ૧૫૦ કિ.મી.ની સ્પીડનો બોલ હસ્તા રમતા નાંખી દે છે. Arshdeep Singh completed 50 wickets in the 33rd T20 International match

ભારત પાસે હાલ વર્લ્ડ બેસ્ટ કહી શકાય એવા જસપ્રીત બુમરાહ અને મહોમ્મદ શામીની જાેડી છે. આ ઉપરાંત યાદવ અને અન્ય ફાસ્ટ બોલર્સ પણ આ કતારમાં સામેલ છે. ત્યારે આ બધાની વચ્ચે સૌથી અસરદાર સાબિત થયો ‘સરદાર’.

IND vs IREની મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં આ સાથે જ ભારત માટે T૨૦માં આવું કરનાર તે અત્યાર સુધીનો પ્રથમ ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ કરિયરના આંકડાઓ પર નજર કરીશું તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે તેણે બીજા ખેલાડીઓની સરખામણીએ કેટલો ઝડપી ગ્રોથ કર્યો છે.

ટીમ ઈન્ડિયા માટે, અર્શદીપ સિંહે T૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે અર્શદીપ સિંહે ૨૦૨૩ એશિયા કપ અને ૨૦૨૩ વર્લ્ડ કપ માટે પણ દાવો કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. આયર્લેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી T૨૦ ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે એવો શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે દુનિયાભરના બોલરો ઉત્સુક છે. અર્શદીપ સિંહ આવું કરનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. રવિવારે આયર્લેન્ડ સામે રમાયેલી બીજી T૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૧ વિકેટ લીધી.

અર્શદીપ સિંહે આ સાથે ઈતિહાસ રચી દીધો છે. અર્શદીપ સિંહ હવે ્‌૨૦ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે પોતાની ૩૩મી T૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી લીધી છે. અર્શદીપ સિંહ ભારત માટે  T૨૦ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે.

બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી ઝડપી ૫૦ T૨૦ ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના નામે છે. કુલદીપ યાદવે તેની ૩૦મી ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી.

અર્શદીપ સિંહ હાલમાં ૩૩ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૫૦ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. યુઝવેન્દ્ર ચહલે તેની ૩૪મી ્‌૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૦ વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે તેની ૪૧મી T૨૦ મેચમાં ૫૦ વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી વધુ ્‌૨૦ ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે.

યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ૯૬ T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે T૨૦ ઈન્ટરનેશનલમાં ૯૦ અને જસપ્રિત બુમરાહે ૭૪ વિકેટ ઝડપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.