Western Times News

Gujarati News

જેલર હિટ થતા રજનીકાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત યુપીના લખનઉ શહેર પહોંચ્યા. પત્ની લતા પણ રજનીકાંત સાથે હતા. વાત જાણે એમ છે કે રજનીકાંતની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી તે ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.  Rajinikanth reached to meet Chief Minister Yogi Adityanath

બે વર્ષ બાદ રજનીકાંતે મોટા પડદે વાપસી કરી છે તો આ વાપસી ધમાકેદાર તો રહેવાની જહતી. હવે જેલર હિટ થઈ ગઈ છે તો આવામાં રજનીકાંત ચાર ધામની જાત્રા અને ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે ગયા હતા.

રજનીકાંત બદ્રીનાથના દર્શન કર્યા બાદ સીધા લખનઉ પહોંચ્યા. ત્યાં પહેલા ડિપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની મુલાકાત કરી. આ દરમિયાન રજનીકાંતની ફિલ્મ જેલરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. બંનેએ બપોરે ૧.૩૦ વાગે સાથે બેસીને ફિલ્મ જાેઈ. લખનઉના ફીનિક્સ પ્લાસિયોના આયનોક્સ મેગાપ્લેક્સમાં ફિલ્મ જાેઈ. ત્યારબાદ રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા.

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે કે જેમાં રજનીકાંત સીધા ગાડીમાંથી ઉતરીને મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કરતા જાેવા મળ્યા છે. સીએમ યોગીએ ફૂલોનો ગુલદસ્તો આપીને રજનીકાંતનું સ્વાગત કર્યું. તેમને પૂરા આદર સત્કાર સાથે ઘરની અંદર લઈને ગયા. બંને વચ્ચે વાતચીત થઈ. આ સાથે જ એક પુસ્તક અને શોપીસ રજનીકાંતને સીએમ યોગીએ ગિફ્ટ કર્યા. આ ઉપરાંત લતા રજનીકાંત અને રજનીકાંતે સીએમ યોગી સાથે કેટલાક ફોટા પણ પડાવ્યા. થોડીવાર વાતચીત બાદ અભિનેતા ત્યાંથી હોટલ માટે રવાના થઈ ગયા હતા.

અત્રે જણાવવાનું કે રજનીકાંતની જેલર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો પહેલા દિવસે ૪૮.૩૫ કરોડ, બીજા દિવસે ૨૫.૭૫ કરોડ, ત્રીજા દિવસે ૩૪.૩ કરોડ, ચોથા દિવસે ૪૨.૨ કરોડ, પાંચમા દિવસે ૨૩.૫૫ કરોડ, છઠ્ઠા દિવસે ૩૬.૫ કરોડ,સાતમા દિવસે ૧૫ કરોડ અને આઠમા દિવસે ૧૦.૨ કરોડની કમાણી કરીને પહેલા અઠવાડિયામાં ૨૩૫.૮૫ કરોડનું કલેક્શન કરી ચૂકી છે.

વર્લ્ડ વાઈડ જાેવા જઈએ તો જેલરે અત્યાર સુધીમાં ૪૨૬.૭ કરોડની કમાણી કરી છે. ઓડિયન્સ વચ્ચે આ ફિલ્મને લઈને ખુબ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આંકડા જાેઈને રજનીકાંત પણ ખુબ ખુશ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.