Western Times News

Gujarati News

વિરાટનગરમાં ત્રણ કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી નખાયા

પ્રતિકાત્મક

શાહપુરમાં આઠ કોમર્શિયલ-રહેણાક પ્રકારના દબાણો દૂર કરાયા

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામોને તોડી નાંખવાની ઝુંબેશ ચોમાસાના દિવસોમાં પણ પુરજાેશથી ચાલી રહી છે, તેમાં પણ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ એસ્ટેટ વિભાગની ટીમ કોમર્શિયલ પ્રકારના બાંધકામને તોડી નાખવા પર ખાસ ભાર મૂકી રહી છે,

જે અંતર્ગત પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં સત્તાવાળાઓએ ત્રણ કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી નાંખતા આ પ્રકારના ગેરકાયદે બાંધકામ કર્યાઓમાં ભારે ભય વ્યાપી ગયો છે.

પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં ટીપી સ્કીમ નં.૧૧ના ફાઈનલ પ્લોટ નં.ર૭૦માં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સામે કોમર્શિયલ પ્રકારનું ત્રણ યુનિટનું ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું તંત્રએ આશરે ૧૬૧પ ચોરસફૂટનું ક્ષેત્રફળ ધરાવતા આ ગેરકાયદે બાંધકામને દબાણ વાન અને ખાનગી મજૂરોની મદદથી જમીનદોસ્ત કરી દીધું હતું.

આ ઉપરાંત પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતાં બીઆરટીએસ રૂટ પરથી બે કોમર્શિયલ શેડ દૂર કરાયા હતા. તેમજ સાત લારી, ૧૦ તાડપત્રી, ૬પ બોર્ડ-બેનર અને ૧૦૩ પરચૂરણ માલસામાન જપ્ત કર્યો હતો અને ૧૦ વાહનોનો તાળાં મારીને રૂા.૧૦,૦૦૦નો વહીવટીચાર્જ વસૂલ કર્યો હતો.

આ સિવાય મધ્ય ઝોનના શાહપુર વોર્ડમાં સરદારકુંજ પાસેના વિસ્તારના આશરે આઠ કોમર્શિયલ અને રહેણાક પ્રકારના પતરાવાળા શેડ ધરાવતા કાચાં-પાકાં દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ ૧પ૦૦ ચોરસફૂટનું દબાણ હટાવ્યું હતું. તેમજ બહાઈ સેન્ટર તરીકે પ્રસિદ્ધ જગ્યામાં જાહેર રોડ તથા ફૂટપાથ પર કરેલા પાંચ ઓટલા, છ ક્રોસ વોલ દૂર કરીને ર૦ મીટર લંબાઈના રોડ પરનો ૪૦૦ ફૂટના દબાણો દૂર કરી રોડ ખૂલ્લો કરાયો હતો.

આ ઉપરાંત પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં એઈસીબ્રિજ પાસે જીએચબી હસ્તકના પ્લોટ ખાતે મ્યુનિસિપલ તંત્ર અ ને જીએચબીની ટીમના સંયુક્ત ઓપરેશનથી આશરે પ૦૦ ચોરસ મીટરના પ્લોટ પરથી છ કાચાં ઝૂંપડાનું દબાણ દૂર કરી પ્લોટનો કબજાે મેળવાયો હતો.

ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ટીપી સ્કીમ નં.ર૪૩ના ફાઈનલ પ્લોટ નં.ર૦/રમાં નાના ચિલોડા ખાતે ફોચ્ર્યુન ઈન્સેટ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં માર્જિનની જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લરમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનું બાંધકામ ઊભું કરાયું હતું.

આ બાંધકામ દૂર કરવા તંત્રએ જીપીએમસી એક્ટ મુજબની નોટિસ ફટકારી હતી, પરંતુ બાંધકામકર્તાએ તંત્રની નોટિસની અવગણના કરતાં સત્તાવાળાઓએ ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ત્રણ યુનિટના આશરે ૩૦૦૦ ચોરસ ફૂટના બાંધકામને જમીનદોસ્ત કરી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.