‘આધારકાર્ડ’ની તમામ સેવાઓ એક સાથે સીજી રોડ પર ઉપલબ્ધ કરાઈ
અમદાવાદમાં બે સ્થળે ‘આધાર’ની બધી જ સેવાઓ એક સાથે ઉપલબ્ધ
(એજન્સી)ગાંધીનગર, યુનીક આઈડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા યુઆઈડીએઆઈએ તમામ પ્રકારની આધાર સેવાઓ એક સ્થળે મળી રહે તે ઉદેશથી અમદાવાદમાં બે સ્થળે આધાર સેવા કેન્દ્ર એએસકે નો આરંભ કર્યો છે.
પુર્વ અમદાવાદના કૃષ્ણનગર અને પશ્ચિમ અમદાવાદના સીજી રોડ પર શરૂ થયેલા આ બંને કેન્દ્રો સપ્તાહના સાતેય દિવસ સવારે ૯.૩૦ કલાકથી સાંજે પ.૩૦ કલાક સુધી કાર્યરયત રહેશે. એમ ઓથોરીટીએ તરફથી જાહેર કરાયું છે.
આ બંને કેન્દ્રોમાં કોઈપણ નાગરીક વેબસાઈટ પરથી મહીનામાં વધુમાં વધુ ચાર એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે. આ કેન્દ્રોને બેંકો પોસ્ટ ઓફીસો સહીત રાજય સરકારની કચેરીઓ અને બીએસએનએલ સેન્ટરોમાં ઉપલબ્ધ આધાર કેન્દ્રોને પણ ઓનલાઈન એપોઈનમેન્ટો સિસ્ટમાં ઓન-બોર્ડ કરાઈ રહયા છે.
જેથી નોધણી નામ સરનામા, લિંગ, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઈમેલ આડી સહીત આધારકાર્ડમાં અપડેટ બાયોમેટ્રીક ડેટાને અપડેટ કરવાથી લઈને તમામ સેવાઓ એક જ સેન્ટર ઉપરથી ઉપલબ્ધ થશે. કેન્દ્રો પર આધાર નોધણી પથી૭ વર્ષ માટે ફરજીયાત બાયોમેટ્રીક અપડેટની સેવા નિશુલ્ક રખાઈ હોવાની ઓથોરીટી તરફથી ખાસ તાકીદ કરાઈ છે.