ગાયત્રી શક્તિપીઠ બાયડના પ્રમુખ દ્વારા “યુવા જાેડો અભિયાન” અંતર્ગત એક દિવસની ગોષ્ટિ રાખવામાં આવી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ગાયત્રી શક્તિપીઠ બાયડના પ્રમુખ શ્રી ભરતભાઈ ઉપાધ્યાયના દ્વારા તારીખ ૨૦/૯/૨૦૨૩ને રવિવારે બાયડ તાલુકાના જુની વાસણી ગામમાં રામજી મંદિરમાં “યુવા જાેડો અભિયાન” અંતર્ગત એક દિવસ ની ગોષ્ઠી રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપઝોનના સંયોજક આદરણીય શ્રી જયેશભાઈ, ગુજરાતના યુવા પ્રકોષ્ઠ સંયોજક શ્રી કિરીટભાઇ, અરવલ્લી જિલ્લા સંયોજક શ્રી હરેશભાઈ, ધનસુરા તાલુકાના સંયોજક શ્રી મહેન્દ્રભાઈ, બાયડ તાલુકાના ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના સંયોજક શ્રી જે. ડી પટેલ, બાયડ તાલુકાના યુવા સંયોજક સ્નેહ પંચાલ
તથા જિલ્લા કન્યા કિશોર કૌશલ્યા સંયોજક વિલાસીનીબેન વગેરેએ યુવા ભાઈઓ તથા બહેનોને પ્રેરણા આપી અને સંકલ્પ લેવડાવ્યા હતા અને સંકલ્પ પત્રો ભરાવ્યા હતા.
બાયડ તાલુકાના આજુબાજુના ગામોમાંથી ગાયત્રી પરિજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જુની વાસણી ગામમાંથી પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહ ભેર ભાગ લઈ સહયોગ આપ્યો હતો.