Western Times News

Gujarati News

બનાસકાંઠાના વાવમાંથી 45 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

વિઝાનો સમય સમાપ્ત થયો હોવા છતાં રોકાયા હતા

અમદાવાદ, બનાસકાંઠાના વાવમાંથી ૪પ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. જેમાં માવસરી પોલીસ સ્ટેશનની હદમાંથી નાગરિકો પકડાયા છે. આકોલી ગામે શ્રમિક તરીકે કામ કરતા હતા જેમાં પાકિસ્તાનથી પ્રવાસી વિઝા પર આવ્યા હતા તથા સમય પુરો થયો હોવા છતાં પરત ન ફરતા કાર્યવાહી કરવામાં આવી છે.

આકોલી ગામે શ્રમિક તરીકે કામ કરતા ૪પ પાકિસ્તાની નાગરિકોને માવસરી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડયા છે. નાગરિકોએ વિઝા માટે અરજી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

તેમજ તમામ પાકિસ્તાની નાગરિકોની પોલીસે અટકાયત કરી છે ત્યારે સુત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે વાવના સરહદી માવસરી પોલીસ મથકની હદમાંથી ૪પ નાગરિકો પકડાયા છે. માવસારી તાલુકાના આકોલી ગામે ભાગીયા તરીકે ખેત મજુરી કરતા હતા.

પાકિસ્તાનથી પ્રવાસી વિઝા પર આવ્યા હતા અને વિઝા સમય પુરો થઈ ગયા છતાં પાકિસ્તાન પરત ન ફર્યા હતા. પકડાયેલા પાકિસ્તાની નાગરિકોએ વિઝા માટે પણ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં તમામ ૪પ પાકિસ્તાની નાગરિકોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.