સરકારી કચેરીઓમાં આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ કરતી કંપનીના ડિરેકટરનો આપઘાત
રાજદીપ એન્ટરપ્રાઈઝના ડિરેક્ટરનું ૧રમા માળેથી પટકાતા શંકાસ્પદ મોત -ગાંધીનગરના રાયસણની ઘટના: મિત્રો સાથે પેન્ટહાઉસમાં બેઠા હતા ત્યારે રાજ ચૌધરીનું મોત, પોલીસે તપાસ આદરી
અમદાવાદ, સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની સંખ્યાબંધ સરકારી કચેરીમાં આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા રાજદીપ એન્ટર પ્રાઈઝના ડિરેક્ટરનું રહસ્યમય રીતે મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ડિરેક્ટર તેમના મિત્રના પેન્ટ હાઉસમાં બેઠા હતા તે સમયે આ ઘટના ઘટી છે. રાજદીપ એન્ટર પ્રાઈઝના ડિરેક્ટરના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાંચ હજાર કરતાં વધુ કર્મચારી ધરાવતી રાજદીપ એન્ટર પ્રાઈઝના ડિરેક્ટર રાજ ચૌધરીનું મોત થયું છે જેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજદીપ એન્ટરપ્રાઈઝ રાજ ચૌધરી અને તેમના મામાના દીકરા દીપ ચૌધરીની છે. રવિવારની રાતે રાજ ચૌધરી પોતાના મિત્રો સાથે વિનાયક સ્કાયના ૧રમા માળ પર બેઠા હતા ત્યારે નીચે ઓશક પાન પાર્લર પરથી સિગારેટ સહિતની ચીજવસ્તુઓ મંગાવી હતી.
વસ્તુઓ આવવામાં મોડું થઈજતાં રાજ ચૌધરી તેની તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે અચાન તેમનો પગ સ્લિપ ખાઈ જતાં તેઓ ૧રમા માળેથી પટકાયા હતા. આ ઘટના જાેતાની સાથે જ સિક્યોરિટી ગાર્ડ દોડી અ વ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે જ રાજને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ ઈન્ફોસિટી પોલીસને થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. રાજ ચૌધરીના મોતને લઈને અનેક શંકા ચાલી રહી છે પરંતુ હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે. આ મામલે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે કે રાજ ચૌધરીના મોત મામલે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ તેમના રહસ્યમય મોત મામલે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે.
ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું છે કે રાજ ચૌધરી તેમના મિત્રો સાથે ફ્લેટના પેન્ટ હાઉસમાં બેઠા હતા ત્યારે તેમણે અશોક પાન પાર્લરમાંથી કેટલીક ચીજવસ્તુ મંગાવી હતી. ચીજવસ્તુ લઈને તેમનો માણસ ન આવતા રાજ ચૌધરી જાેવા માટે ગયા હતા, જ્યાં તેમનો પગ સ્લિપ ખાઈ જતા તેમનું મોત થયું છે.
હાલ પોલીસે તેમના બંને મિત્રના નિવેદન નોંધીને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં દિવાળી બાદ રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની કંપની કોન્ટ્રાક્ટ લે તેવી શકયતા હતી. જેને લઈને ધંધાકીય અનેક વિવાદો પણ સર્જાયા હતા.