Western Times News

Gujarati News

કંપનીની વેબસાઈટ હેક કરી ગઠિયાએ ૪પ એરટીકીટ બુક કરી નાખી

રૂા.૭.૩૬ લાખના બદલે માત્ર રૂા.૪પ જ જમા કર્યા

(એજન્સી)અમદાવાદ, ચાંદખેડાની કંપનીની વેબસાઈટ અને એપ્લીકેશન હેક કરીને ગઠીયાએ બારોબાર ૪પ એરટીકીટ બુક કરીને કંપનીને રૂ.૭.૩૬ લાખનો ચુનો લગાવ્યો હતો. જેમાં કંપનીના હિસાબ ચેક કરતા ૪પ એરટીકીટ સામે માત્ર ૪પ રૂપિયા જ જમા થયા હતા. જે બાદ તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. cyber expert booked a 45 air ticket by hacking the company’s website

આ અંગે કંપનીના ડાયરેકટરે અજાણ્યા ગઠીયા સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ચાંદખેડામાં રહેતા કરણ ચૌહાણ સ્થાનીક વિસ્તારમાં જ ગ્લોબલ ગારર્નર સેલ્સ સર્વીસ લીમીટેડ નામની કંપની ધરાવે છે. તેમની કંપનીનું કામ વેબસાઈટ તથા એપ્લીકેશન મારફતે લોકોને મોબાઈલ રીચાર્જ કરી આપવાનું બીલ પેમેન્ટ, રીચાર્જ ગીફટ વાઉચર કે હોટેલ અને એર ટીકીટ બુક કરી આપવાનું છે.

તેમની ફરીયાદ મુજબે તેઓ ઈઝી માય ટ્રીપ નામની મીડીયેટ કંપનીના વોલેટની મદદથી એર ટીકીટ બુક કરવાનું કામ કરે છે. હવે કંપનીના ડાયરેકટર કરણ ચૌહાણે પોતાની કંપનીના ડેટા ચેક કરતા તેમના ધ્યાનમાં આવ્યું હતું. કે, કોઈ ગઠીયાએ કંપનીની વેબસાઈટ હેક કરીને

તા.ર૬મી જાન્યુઆરીથી ર૮મી જાન્યુઆરી ર૦ર૩ દરમ્યાન જુદા જુદા મોબાઈલ નંબરથી પોતાની કંપની મારફતે ૪પ એર ટીકીટનું બુકિગ કરાવ્યું હતું. જેમાં ડોમેસ્ટીક ઉપરાંત દુબઈ અને મોરેસીયસની ઈન્ટરનેશનલ ફલાઈટનું પણ બુકિંગ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.