સિસોદરા ગામ નજીક જુગાર રમતા ૫ શકુનીઓ ઝડપાયા
(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળતા જ અસામાજિક પ્રવૃતિઓ ડામવા જિલ્લા પોલીસતંત્રને સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિસોદરા ગામની સીમમાંથી જિલ્લા એલસીબી પોલીસે હાર જીતનો જુગાર રમતા પાંચ જુગરીઓને રૂ.૧૦૮૧૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલીંગ હાથધરાતાં બાતમીના આધારે મેઘરજના સિસોદરા ગામે રહેતો અલ્તાફ મુસ્તાકભાઈ શેખનાનો તેના કબ્જા ભોગવાટાના ઘરની આગળ કેટલાક ઈસમો સાથે ગંજી પાન નો હારજીતનો જુગાર રમી રમાડે છે
તેવી બાતમી મળતા મોડી રાત્રે જગ્યા પર એલસીબીએ રેડ કરતા પાંચ જુગારીઓને ઝડપી લેતા મોતિયા મરી ગયા હતા પોલીસે દાવ પર લગાવેલ દરમિયાન મળી આવેલ રોકડ રકમ ૫૭૭૦/- તેમજ દાવ ઉપર મળી આવેલ રકમ ૫૦૪૦/- તથા ગંજીપાના નંગ-૧૦૪ મળી કુલ કિંમત રૂ.૧૦૮૧૦/- ના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાર્યવાહી હાથધરી હતી.