Western Times News

Gujarati News

ભરૂચના વતનીઓ ઉપર લુંટના ઈરાદે આફ્રિકામાં ફાયરિંગ

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઃ ઈજાગ્રસ્તો ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી

(પ્રતિનિધિ ભરૂચ), આફ્રિકાના ઝાંબિયામાં વસતા મૂળ ભરૂચના ત્રણ યુવાનો ઉપર નીગ્રો લુંટારૂઓ દ્વારા લૂંટના ઈરાદે ફાયરિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.વિદેશમાં છાશવારે બનતી ફાયરિંગની ઘટનાને લઈ સ્વદેશમાં વસતા પરિવારજનો પણ ચિંતિત થયા છે.

ભારત દેશમાંથી ૧૯૯૦ થી લઈને ૨૦૨૩ સુધીમાં અસંખ્ય લોકો રોજગારીની તલાશમાં કે પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હિજરત કરી વિદેશમાં સ્થાયી થયા છે.જાેકે ભરૂચ માંથી ૯૦ ના દાયકામાં પણ લોકો પહેલાના સમયમાં સાઉથ આફ્રિકામાં રોજગારી અર્થે હિજરત કરતા હતા.

જાેકે જતા સમયમાં સ્થાનિક નીગ્રો લુટેરાઓ દ્વારા મૂળ ભરૂચના વતની અને ગુજરાત રાજ્યભર માંથી રોજગારી અર્થે સ્થાયી થતા વિદેશી લોકોને નીગ્રો લુટેરાઓ ટાર્ગેટ પર રાખતા હોવાનું ભૂતકાળની ઘટનાઓ પર થી ફલિત થયું છે.ત્યારે તાજેતરમાં જ એક વધુ સીસીટીવી ફૂટેજાે વાયરલ થયો છે.

જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મૂળ ભરૂચના ત્રણ વતનની પર નીગ્રો લુટેરાઓ દ્વારા બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી “જાેકે કેટલાની લૂંટ થઈ તે બાબતે જાણી શકાયું નથી જાેકે બે યુવાનો પાલેજના વરેડીયા ગામ નજીકના હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સમગ્ર લૂંટની ઘટનામાં ભયનો માહોલ ઊભો કરવા માટે કે પછી સામે રહેલ વ્યક્તિઓ લુટેરાઓનો પ્રતિકાર ન કરે તે માટે લુટેરાઓએ ફાયરિંગને પણ અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અને સારવાર અપાયા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું પણ આ લખાઈ રહ્યું છે.ત્યાં સુધી જાણવા મળ્યું છે જાેકે આ વિદેશની ઘટના હોવાથી આ બાબતે સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.