મારા સ્વ. પિતા સાયન્ટિફિક ઓફિસર હતા: તેમણે મને “સ્વતંત્ર ભારત” નામ આપ્યું

લોકપ્રિય મુવીઝ અને ટીવી શોઝમાં અભૂતપૂર્વ અભિનય માટે વિખ્યાત સ્વતંત્ર ભારતે એન્ડટીવી પર પારિવારિક ડ્રામા ‘દૂસરી મા’માં શમશેરા તરીકે નવીનતમ ભૂમિકા સાથે દર્શકોને ફરી એક વાર મોહિત કર્યા છે. એક મજેદાર ઈન્ટરવ્યુમાં તેઓ પાત્ર બનવા માટે તેના અભિગમ પર ચર્ચા કરવા સાથે પોતાના અજોડ નામ પાછળની વાર્તા કહેવા સાથે શમશેરાના વ્યક્તિત્વમાં વૈવિધ્યપૂર્ણ અને અસલ ગુણવત્તા લાવવા માટે તેણે કરેલા વ્યાપક પ્રયાસોનું વિવરણ કરે છે.
1. તારું નામ અજોડ છે. તારા નામ પાછળની વાર્તા અમને કહેશે?
મારા સ્વ. પિતા શિવાનંદજી જમ્મુમાં સાયન્ટિફિક ઓફિસર હતા. તેમણે મને આ નામ આપ્યું હતું. તેઓ સ્વતંત્ર શબ્દથી મોહિત હતા, જે નિયમોથી આઝાદીનું દ્યોતક છે. જોકે અમુક લોકો જ તેનો ગાઢ અર્થ સમજી શકે છે અને મોટે ભાગે તેની અજોડતાને હલકી કરે છે. આ સંજોગો મારા શાળાનાં વર્ષોમાં પણ ચાલુ રહ્યા હતા.
મારા સમોવડિયાઓ મારા નામને કારણે મારી મજાક ઉડાવતા હતા, અમુક વાર તેઓ સ્વતંત્ર ભારત એવું વિવરણ ઉમેરતા હતા. નાનો હતો ત્યારે દુઃખ થતું અને મારા પરિવારને મારું નામ બદલવા આજીજી કરતો હતો. આમ છતાં મારા દાદાજીએ નામની સુંદરતા અને મારા પિતાના તેની સાથે સંબંધનું ભાન કરાવીને તેને નહીં બદલવા માટે સલાહ આપી. આ સમજ સાથે મેં ગૌરવપૂર્વક મારું નામ અપનાવી લીધું અને તે પછી હું દરેકને મારું નામ સ્વતંત્ર ભારત છે એવું કહેતો.
આ નામ મારા બધા વિધિસર દસ્તાવેજોમાં પ્રદર્શિત છે. લોકો વારંવાર તેના અસલપણા વિશે પ્રશ્નો પૂછે છે અને હું તેમને નામ અસલી છે એવું સમર્થન આપીને આશ્ચર્ય આપતો હતો (હસે છે). હું આ અજોડ ઓળખનું શ્રેય મારા પિતાને આપું છું. આ અજોડ નામ માટે હું હંમેશાં તેમનો આભારી રહ્યો છું. આ ઉદ્યોગમાં મારો ચહેરો ભુલાઈ શકે છે, પરંતુ મારું નામ ભુલાશે નહીં, જે મને વિશેષ સન્માન આપે છે. આજે મારું નામ મારી વ્યાખ્યા કરે છ અને મારા પિતા પાસેથી અત્યંત અમૂલ્ય ભેટ માનીને તેનું જતન કરવાની મારી પસંદગીમાં ગૌરવ લઉં છું.
2. તારી શમશેરાની ભૂમિકાને દર્શકો પાસેથી બહુ સરાહના મળી રહી છે. તને કેવું લાગે છે?
મારા પાત્ર માટે આ હૃદયસ્પર્શી સરાહના એ ખરેખર પુરસ્કૃત છે. આ સરાહના મારા સહ-કલાકારોની કટિબદ્ધતા અને રોચક ઓન-સ્ક્રીન હાજરીમાં આ પાત્ર ઘડનારી સમર્પિત ટીમને લીધે મળી છે. સોશિયલ મિડિયા અને મારા મિત્ર વર્તુળમાંથી મને એકધાર્યો ટેકો શોમાં મારું 100 ટકા આપવા અને મનોરંજન વિશ્વમાં અજોડ હાજરી કંડારવા માટે મને પ્રોત્સાહિત કરે છે.
3. તારા પાત્ર શમશેરા વિશે સૌથી સારું શું લાગે છે?
મને મારા પાત્રમાં સૌથી સારી વાત તેનું વલણ લાગે છે. તેને આસાનીથી કોઈ ઝુકાવી નહીં શકે. શમશેરા અજોડ આલેખન છે, જેમાં તેની ઓળકમાં શક્તિઓ અને ઈમ્પરફેકશન્સનું સંમિશ્રણ છે. તેના રફ એક્સટીરિયરની ભીતર નમ્ર પાસું વસે છે. આ ભૂમિકા લઈને મને તૃપ્ત લાગણી થાય છે, કારણ કે નાજુક લેયર અને સંવેદનશીલતા માટે સંભાવના ધરાવે છે.
4. તેં ટીવી અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે તો તારું કમ્ફર્ટ ઝોન શું છે?
મેં મુવીઝ અને ટેલિવિઝન કર્યું છે, પરંતુ આરંભમાં મેં અભિનયમાં કારકિર્દી ઘડવાનું ક્યારેય વિચાર્યું નથી એ સાંભળીને તમને આશ્ચર્ય થશે. ઉદ્યોગમાં મારો પ્રવાસ ફેશન ડિઝાઈનર તરીકે શરૂ થયો, પરંતુ મારા નસીબમાં કાંઈક બીજું જ હતું, જેને લઈ હું અભિનેતા બની ગયો.
મારા અજોડ વ્યક્તિત્વને આભારી મારા ઉદ્યોગના ઘણા બધા પરિચિતોએ પડદાની પાછળ રહેવાને બદલે લાઈમલાઈટમાં રહેવા માટે મને પ્રોત્સાહન આપ્યું, જેને લઈ મારો અભિનયનો પ્રવાસ શરૂ થયો. આજે હું આ તબક્કે પહોંચ્યો તે માટે પોતાને ભાગ્યશાળી માનું છું. ટેલિવિઝન, ફિલ્મ હોય કે ઓટીટી, મને માધ્યમથી ફિકર નથી, પરંતુ કાર્યની ગુણવત્તા મારા માટે મહત્ત્વપૂર્ણ છે.
જો પાત્ર ઉત્તમ રીતે ઘડાયું હોય અને પડદા પર મંત્રમુગ્ધ કરનાર હોય તો હું કલાકાર તરીકે પડકાર ઝીલવા હંમેશાં તૈયાર રહીશ. કન્ટેન્ટ અને ઓરિજિનાલિટી મારી ભૂમિકા પ્રત્યે મારો કેવો અભિગમ છે તે મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત વર્તમાન સાથે જોડાઈ રહેવા મેં બ્લોગિંગમાં સાહસ ખેડીને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની ખોજ કરતો અને મારા રોચક તારણો સંશોધન થકી આદાનપ્રદાન કરતો હતો. કલાકાર તરીકે મને સહભાગી થાઉં તે દરેક મંચમાં સંતોષ મળે છે.
5. તું દૂસરી મામાં મજબૂત પાત્ર ભજવી રહ્યો છે. તું આ સિવાય કયા પ્રકાર અજમાવવા માગે છે?
કલાકાર તરીકે પૂરક અને રોચક ભૂમિકાઓ અંગીકાર કરવાનું મહત્ત્વપૂર્ણ છે. મને શોની એકંદર ખૂબી વધારીને મૂલ્ય ઉમેરતાં પાત્ર ભજવવામાં ખુશી મળે છે. આ જોશ શીખ, વૃદ્ધિ અને અંગત વિકાસને પ્રમોટ કરે છે. તેને કારણે હું વિવિધ પ્રકારની ખોજ કરવા પ્રેરિત થયો અને દૂસરી માની પસંદગી કરી, જે મારા જીવનની સૌથી સંતોષજનક પસંદગીમાંથી એક છે.
આ શો મને એકશનમાં સહભાગી કરે છે અને રમૂજ તથા ડ્રામાની પળોમાં સંમિશ્રિત કરે છે, જે પરિપૂર્ણ અનુભવમાં પરિણમે છે. દર્શકો અને તમારા પાત્ર વચ્ચે જોડાણ સ્થાપિત કરવું તે કોઈ પણ કલાકાર માટે સૌથી પડકારજનક કામમાંથી એક છે. મને શમશેરાની ભૂમિકા ભજવીને હું આ હાંસલ કરી શકું છું તેની મને ખુશી છે. ભૂમિકા મુખ્ય હોય કે સપોર્ટિંગ, આ નિર્ણાયક પરિબળ નથી. મને રોચક, બહુમુખી અને મનોરંજક મૂલ્ય મહત્ત્વપૂર્ણ લાગે છે.