Western Times News

Gujarati News

મુન્શી મહિલા બી. એડ. કોલેજમાં ચન્દ્રયાન-૩ વિષે રંગોળી-ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત મુન્શી મહિલા બી.એડ.કોલેજ તથા પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ગુજકોસ્ટ, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે ચન્દ્રયાન-૩ ના લેંડિંગ સમયે ચન્દ્રયાન-૩ વિષે રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મુન્શી મહિલા બી.એડ.કોલેજની એફ.વાય.બી.એડ ની ૩૦ તાલીમાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં અને ૨૫ તાલીમાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ તાલીમાર્થીઓ દ્વારા બનાવેલી કલાકૃતિનું ર્નિણયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ આપી પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેમણે ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા.

જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે મિયાજી જુવેરિયા, બીજા ક્રમે પટેલ નીલોફર અને ત્રીજા ક્રમે શેખ સુલેના વિજેતા બની હતી.જ્યારે રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે અરુણા ગ્રુપ,બીજા ક્રમે પ્રિયંકા ગ્રુપ અને ત્રીજા ક્રમે ઉજમા ગ્રુપ વિજેતા જાહેર થયા હતા જે બદલ મુન્શી ટ્રસ્ટ અને મુન્શી મહિલા બી.એડ.કોલેજ વતી તેમને અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.