“છેલ્લા શો” ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
(એજન્સી)નવી દિલ્હી, ગુરુવારે ૬૯માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ની જાહેરાત થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર વિજેતાઓની જાહેરાત કરી રહ્યા છે. સરદાર ઉધમ સિંહે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ‘ચાર્લી ૭૭૭’ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. અભિનેતા રામ ચરણ, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરના નામ પણ ટ્રેન્ડમાં છે. ચાહકો તેમના પ્રિય અભિનેતાને સમર્થન આપી રહ્યા છે.
બેસ્ટ અભિનેતાઃ અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝિંગ), બેસ્ટ અભિનેત્રીઃ આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી), બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ પંકજ ત્રિપાઠી (મિમી), બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ પલ્લવી જાેશી (ધ કાશ્મીર ફાઇલ્સ), બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’,
બેસ્ટ ડિરેક્ટર ઃ નિખિલ મહાજન (ગોદાવરી ધ હોલી વોટર), બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’, બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’, બેસ્ટ ચિલ્ડ્રન મૂવીઃ ‘ગાંધી એન્ડ કંપની’, બેસ્ટ બાળ કલાકારઃ ભાવીન રબારી (છેલ્લો શો), બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ‘છેલ્લો શો’, બેસ્ટ મરાઠી ફિલ્મ – ‘એકદા કાયજાલાબેસ્ટ’, બેસ્ટ મલયાલમ ફિલ્મ – ‘હોમ’,
બેસ્ટ તેલુગુ ફિલ્મ – ‘ઓપન્ના’, બેસ્ટ સંગીત નિર્દેશક – એમ.એમ કિરવાણી (આરઆરઆર) દેવી શ્રી પ્રસાદ (પુષ્પા), હંમેશાની જેમ, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત ઘણી શ્રેણીઓમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા હતા. આ વખતે બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોનો વ્યાપ વધુ જાેવા મળી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝિંગ’ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં ૩૩૨ કરોડની કમાણી કરી હતી.