Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કમિશ્નર રાજકીય દબાણ સામે ઝૂકી ગયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન દાણીલીમડાના ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવા માટે ૩૦ એમ.એલ.ડી. ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પરંતુ રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર આર્થિક ભારણ આવતાં ગ્રાન્ટ શરૂ કરવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય દબાણના પગલે મ્યુનિસિપલ કમિશનરે ગ્રાન્ટ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી છે. તેમ છતાં એસોસિએશન અને મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે થયેલ સમાધાન શંકાસ્પદ લાગી રહ્યું છે. AMC commissioner bowed to political pressure

દાણીલીમડા એસોસિએશન તરફથી ૩૦ એમ.એલ.ડી. પ્લાન્ટ શરૂ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોેરેશનને ઢગલાંબંધ બાહેધરી આપવામાં આવી છે. જેમાં રાજકીય આશિર્વાદ હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. અગાઉ થયેલ એમઓયુ મુજબ એસોસિએશન તરફથી જે જમીન આપવામાં આવી છે તે હજી સુધી એનએ થઈ નથી

એના કારણે રેવન્યુ રેકોર્ડમાં કોર્પોરેશનનું નામ દાખલ થયું નથી. તેમજ રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ થયા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને જત્રી તફાવતના નાણાં ભરવા માટે છ વર્ષ અગાઉ પત્ર લખ્યો હતો. પરંતુ હજી સુધી તે નાણાં પણ જમા કરાવવામાં આવ્યા નથી. તેમ છતાં એસોસિએશન દ્વારા રૂપિયા ૭૮ કરોડની બાકી ગ્રાન્ટ લાવી આપવા તેમજ સરકાર ગ્રાન્ટ ન આપે તો એસોસિએશન દ્વારા ચૂકવવા માટે જે બાંહેધરી આપવામાં આવી છે તેનો સત્તાધારી પક્ષ દ્વારા સહર્ષ સ્વીકારવામાં આવ્યો છે.

જાે એસોસિએશન દ્વારા છ મહિના બાદ નાણાં ચૂકવવાની ખાતરી આપવામાં આવતી હોય તો પ્લાન્ટ શરૂ કરતાં પહેલાં જ તમામ નાણાં શા માટે જમા કરવામાં આવતા નથી તેવો પ્રશ્ન પણ ઉદ્‌ભવે છે. સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને દ્વારા વાર્ષિક ૧૦ ટકા પેનલટી ગણવામાં આવી છે.

અહીં શાસકો માટે શરમજનક બાબત એ છે કે શહેરના સામાન્ય નાગરિકો પાસેથી બાકી ટેક્સ પેટે અઢાર ટકા પેનલટીની ગણતરી થાય છે. તો પછી મોટા માથાઓ માટે ઓછી પેનલટી શા માટે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

• સી.ઈ.ટી.પી અને પંપીગ સ્ટેશન બનાવવા માટેની જમીનના અદલાબદલામાં અમારે અપવાની થતી જમીન પૈકી એક જમીન ગ્યાસપુર રે. સર્વે નં.૧૩/૩ નો કબજાે મ્યુ.કોર્પો.ને સોંપી દીધો છે તથા બાકી રહેલ જમીન મોજે પીપળજ સર્વે નં.૩૦ની જમીનનો ખુલ્લો અને પ્રત્યક્ષ કબજાે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદે સોંપી દેવા સંમત છીએ.

• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તા.૧ર.૦૬.ર૦ર૧પના પત્રથી જંત્રી તફાવત ના નાણા ભરવા જણાવેલ છે. તો તે માટે અમો સને ર૦૧પની જંત્રી મુજબ ના તફાવતના નાણાં કોર્પોરેશનમાં જમા લેવા રજુઆત છે. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કલેકટરને બિનખેતી માટેહકારાત્મક અભિપ્રાય આપે તો અમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવાની થતી જમીન બિનખેતી ૩ (ત્રણ) માસમાં કરાવી દઈશું તે મુજબ મુદત આપવા વિનંતી છે.

• બીનખેતી પરવાનગી મળ્યેથી અમો તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે જમીનનો રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપીશું અને ત્રણ માસમાં રેવન્યુ રેકર્ડમાં મ્યુ. કોર્પોનું નામ દાખલ કરાવી દઈશું. ઉક્ત બાબતે થનાર ખર્ચ ભોગવવા સમંત છીએ અને તે અંગે પણ બાહેધરી આપીએ છીએ.

•સદર પ્રોજેકટ ગુજરાત રાજયની બે સ્કીમો પૈકી સી.ઈ.ટી.પી સ્કીમમાંથી ત્રેવીશ કરોડ રૂપિયા પુરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જમા થયેલ છે અને એસોસીએશન તરફથી ૧૦.૯૮ કરોડ રૂપિયા પૂરેપૂરા જમા થયેલ છે.

•કેન્દ્ર સરકારની બાકી રહેતી રૂા.૪૪.૧૬ કરોડ તેમજ રાજય સરકારની બાકી રહેતી ગ્રાંટ રૂા.૩૪.૬૧ કરોડ એમ કુલ બાકી રહેતી રૂા.૭૮.૭૭ કરોડ ગ્રાન્ટની રકમ પૂરેપૂરી છ માસની અંદર એસોસીએશન સતત પ્રયત્ન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જમા કરાવવાની સંપૂર્ણ બાંહેધરી આપીએ છીએ.

• જાે આ સમય દરમિયાન ગવર્મેન્ટ સહાય (ગ્રાન્ટ)ની રકમ જમા ન થાય તો અમો બાહેધરી આપનાર એસોસીએશન દ્વારા બાકી રહેતી ગવર્મેન્ટ સહાય (ગ્રાન્ટ)ના પુરેપુરા રૂપીયા ચુકવવા માટે બાહેધરી આપીએ છીએ. • એસોસીએશન તરફથી આ રકમ ભરપાઈ ન કરી શકીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી રહેતી ગ્રાંટ પર પેનલ્ટી વસુલ લેવાની બાહેધરી આપીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.