સુરતનો હીરા ઉદ્યોગ ફરીથી મંદીમાં સપડાયો
(એજન્સી)સુરત, સુરતનો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો છે. માર્કેટમાં મંદી આવતા જ હીરા ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર પાસેથી પેકેજ આપવા માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં તેઓએ જણાવ્યું કે, યુક્રેન રશિયા યુદ્ધ ના કારણે ૨૦ હજાર રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ છેલ્લા ચાર માસમાં ૨૧ રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. તેથી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ કાંકે સરકારને પત્રમાં જણાવ્યું કે, આ
પણા હીરાઉદ્યોગ માં અંદાજે ૨૦ લાખ રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉધોગ આપણા માટે હંમેશા જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે હીરાઉધોગ થકી સમગ્ર વિશ્વમાં આપણું નામ ચમકતું થયું છે. તથા હીરાઉધોગ થકી સરકારને કરોડો ડોલર વિદેશી હુંડિયામણ પણ મળે છે.
પરંતુ હીરા ઉધોગમાં કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે અને હાલ ચાલી રહેલી ભયંકર મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે. કેમ કે એક તરફ મોંધવારી વધી રહી છે ત્યારે બીજી તરફ મંદીને કારણે રત્ન કલાકારોના પગાર ઘટી રહ્યા છે.
જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. હીરા ઉધોગના રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે અને મજુર કાયદા હેઠળના મળવાપાત્ર લાભો મેળવવાની પાત્રતા પાવે છે. પરંતુ હીરા ઉદ્યોગમાં વર્ષોથી મંજુર કાયદાનુ પાલન કરાવવામાં આવતુ નથી. જેના કારણે હીરા ઉદ્યોગમાં વર્ષોથી એકતકૉરફી વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માલામાલ અને રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યું છે. કલાકારો હીરાની સાથે મળીને ઘસાઈ રહ્યાં છે.