સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ધબધબાટી બોલાવશે વરસાદ?
અમદાવાદ, ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો પરંતુ આખા મહિના દરમિયાન વરસાદે રાહ જાેવડાવી છે. સારા વરસાદની આશા વચ્ચે માત્ર ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે.
આવામાં લોકો રાહ જાેઇ રહ્યા છે કે, આખરે સારો વરસાદ ક્યારે પડશે? સાથે જ ચર્ચા છે કે આખરે કેમ મેઘરાજા ગુજરાતથી રિસાયા છે? આગામી સમયમાં વરસાદની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના પ્રમાણે આગામી ૩૧ ઓગસ્ટથી તો સમગ્ર ગુજરાતમાંથી લગભગ વરસાદ ગાયબ થઇ જશે. હળવા વરસાદ પણ જાેવા નહીં મળે. જાેકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ બનવાની સંભાવના વ્યક્ત કરી છે.
તેમના મતે સપ્ટેમ્બરમાં વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદનું વિલન કોણ? રાજ્યમાં સારા વરસાદ માટે હજુ રણ રાહ જાેવી પડશે. અલનીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા હાલ વરસાદની શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. અલનીનો વિઘ્ન રૂપ હોવાથી પાકને જીવન દાન મળે તે અર્થે ખેડૂતોને હજુ પણ સારા વરસાદની રાહ જાેવી પડશે.
જાેકે, ૩૦ તારીખ સુધી દક્ષિણના કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની વકી છે. પરંતુ તે બાદ એટલે કે ૩૧ તારીખથી તો વરસાદ લગભગ ગાયબ થયેલો જણાશે.
જાેકે, ૪-૫ સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તેના અવશેષરૂપી ગતિવિધિમાં વધારો થશે. આમ, બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે. વેલમાર્ક લો પ્રેશર બનશે અને જે ગતિવિધિના કારણે દેશના દક્ષિણપૂર્વના તટિય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગો, મહારાષ્ટ્ર, ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાનમાં ફેરફાર થશે અને બીજા સપ્તાહમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.SS1MS