Western Times News

Gujarati News

રક્ષાબંધનના પ્રસંગે ટીવીના કલાકારો તેમના જીવનમાં ભાઈ-બહેનના મહત્વને વર્ણવે છે

ઓગસ્ટ મહિનો ભારતમાં તહેવારની શરૂઆત છે અને તે રક્ષાબંધનની સાથે શરૂ થાય છે, જે ભાઈ-બહેનની વચ્ચેના સુંદર સંબંધની ઉજવણી કરતો તહેવાર છે. ભાઈ-બહેન એક અલગ જ સંબંધ ધરાવે છે, તેઓ એ છે, જે તમારા માટે કંઈપણ કરી શકે છે, પણ તમે તેમની મંજૂરી વિના તેમની વસ્તુઓનો ઉપયોગ કરશો તો તે નહીં ચલાવે. અને હવે પરંપરાથી વિરુદ્ધ, આજે રક્ષાબંધનએ ફક્ત એક ભાઈ અને એક બહેન વિશે જ નથી પણ તે પછી બે બહેન હોય કે બે ભાઈ હોય કે એક ભાઈ અને એક બહેન હોય ગમે તેને લાગુ પડે છે.

રક્ષાબંધનએ તમારા ભાઈ કે બહેનના કાંડા પર રાખડી બાંધવા વિશેની જ વાત છે, જે દર્શાવે છે કે, બંને એકબીજાની સાથે હંમેશા જોડાયેલા રહેશે. આ દિવસ નિમિતે, ઝી ટીવીના કલાકારો, જેવા કે, ભાગ્ય લક્ષ્મીનો રોહિત સુચાંતિ, કુંડલી ભાગ્યની માનિત જૌરા,

રબ સે હૈં દુઆની અદિતી શર્મા, કુમકુમ ભાગ્યની ક્રિષ્ના કૌલ, મીતની આશી સિંઘ, પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિનો અર્જુન બિજલાની,મૈત્રીની શ્રેણુ પરિખ અને પ્યાર કા પહેલા નામ રાધા મોહનની સંભાબના મોહન્તિ તેમના ભાઈ-બહેનનો તેમના માટે કેટલો અર્થ ધરાવે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ આ વર્ષે તહેવારની ઉજવણી કઈ રીતે કરશે તેનું આયોજન કરશે.

રોહિત સુચાંતિ, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં રિષીનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “રક્ષાબંધનએ ભાઈ-બહેનની વચ્ચેના પ્રેમ અને રક્ષણની ઉજવણો એક ખાસ પ્રસંગ છે. બે અલગ-અલગ દેશોમાં હોવા છતા પણ મારી બહેન મને ક્યારેય રાખડી મોકલવાનું ચુકતી નથી. હું નસીબદાર છું કે, મારા જીવનમાં તે છે, મારા માટે તે બીજી માતા છે.

જ્યારે પણ મારા માતા-પિતાની સાથે હું મુશ્કેલીમાં હોઉં તો, તે હંમેશા મારું ધ્યાન રાખે છે, તે હંમેશા મને મદદ પણ કરે છે. આ દિવસ માટે તે મને હંમેશા મને યાદ અપાવે છે કે, તે મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે અને મને નથી ખબર કે, તેના વગર હું શું કરીશ. બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના અને આશા રાખું છું કે, તમે પણ તમારા ભાઈ-બહેનની સાથે ઉજવણી કરશો!”

માનિત જૌરા, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં રિષભનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “રક્ષાબંધનએ ભાઈ-બહેન અને તેમના સંબંધની વાત છે. હું માનું છું કે, બહેનોનો ઉત્સવ માત્ર એક દિવસ નહીં પણ રોજેરોજ ઉજવવો જોઈએ. મારી બહેન સાથેના મારા સંબંધોનું સૌથી નોંધપાત્ર અને પ્રિય પાસું એ ખાસ ક્ષણો દરમિયાન અમારી એક્તા છે. જુદા-જુદા શહેરોમાં રહેતા, અમારા પુનઃમિલન અમારા માટે મૂલ્યવાન ભેટ છે.

હું મારા સ્નેહની અભિવ્યક્તિને એક દિવસ સુધી મર્યાદિત કરતો નથી, મારી બહેનને અપવાદરૂપ લાગે તે માટે હું સતત પ્રયત્નશીલ રહું છું. આ રક્ષાબંધન મારા કુંડલી ભાગ્યના શૂટિંગની પ્રતિબદ્ધતાને લીધે દિલ્હી નહીં જઈ શકું, તો મારી બહેન આ વર્ષે કદાચ મુંબઈ આવશે. અમે થોડી ખરીદી કરીશું અને તેની જે ઇચ્છા હશે તે ગિફ્ટ હું તેને લઈ દઈશ. અંગત રીતે, હું મારાથી શક્ય બનતી બધી જ રીતે તેને લાડ કરાવીશ. હું મારી જાતને નસીબદાર ગણું છું કે, મને મારા જીવનમાં આટલી સારી બહેન મળી છે. રક્ષાબંધનના શુભપ્રસંગે બધાને હાર્દિક શુભકામના.”

અદિતિ શર્મા, જે ઝી ટીવીના રબ સે હૈં દુઆમાં દુઆનું પાત્ર કરતી જોવા મળે છે, તે કહે છે, “રક્ષાબંધનએ મારો સૌથી પસંદગીનો તહેવાર છે, કેમકે તે હંમેશા મારા જન્મદિવસની આસપાસ હોય છે, તો મારા માટે તો આ બેગણી ઉજવણી છે. હું જ્યારથી મુંબઈ આવી છું ત્યારથી, તેમની સાથે રક્ષાબંધન ઉજવવાનો મોકો બહું ઓછો મળ્યો છે, પણ અમે હંમેશા દર વર્ષે મળવા પ્રયત્ન કરીએ છીએ અને બંને પ્રસંગ સાથે ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ. મારાથી નાનો હોવા છતા પણ મારો ભાઈ મારા માટે કંઈક વધુ જ ધ્યાન રાખે છે.

તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને અમારો સંબંધ કંઇક અલગ જ છે. ગમે તેટલું આપણે લડીએ કે અમંત હોઈએ, અંતે આપણે હંમેશા એ જ બાબત પર સહમત થાય છે, જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. મને યાદ છે, જ્યારે હું નાની હતી, ત્યારે અમારામાંથી કોઈ ભૂલ કરે ત્યારે અમે એકબીજાને અમારી માતાથી બચાવતા હતા અને આજે પણ અમે એવું જ કરીએ છીએ. મારો ભાઈએ મારા માતા-પિતાએ આપેલીએ સૌથી શ્રેષ્ઠ ભેટ છે, તેથી હું તેને ભાઈ કહીને જ ખુશ નથી. તે મારાથી ફક્ત દોઢ જ વર્ષ નાનો છે, તેમ છતા તે મને દીદી કહે છે, તો મને લાગે છે કે, આ તેનો પ્રેમ અને આદર છે, જેનાથી હું તેનો ખૂબ જ આદર કરું છું. બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના!”

ક્રિષ્ના કૌલ, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં રણબિરનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મારા માટે, રક્ષાબંધનએ એક એવો દિવસ છે, જે હું મારી બહેનને સમર્પિત કરું છું. હું નસીબદાર છું કે, મારા જીવનમાં મારી મોટી બહેન છે. તેના ઉપરાંત મારી પિતરાઈ બહેનો પણ છે.

આ સંબંધની ઉજવણી માટેનો આ ખાસ દિવસ છે. અને મને લાગે છે કે વર્ષો જતા બહું ઓછું મળવા છતા પણ મે એકબીજાથી નજીક આવી રહ્યા છીએ. મારી બહેન કશિશએ મારા જીવનમાં મારો સપોર્ટ સિસ્ટમ બની રહી છે, ખાસ તો, મારા શાળા અને કોલેજના દિવસોમાં. તે મને હંમેશા શિખવતી તથા માર્ગદર્શન આપતી હતી અને આજે પણ કોઈપણ બાબતમાં હું તેની જ સલાહ લઉં છું. દર વર્ષની જેમ, આ વર્ષે પણ, હું તેના માટે કંઈક ખાસ કરવા માંગું છું. બધા ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના.”

આશી સિંઘ, જે ઝી ટીવીના મીતમાં સુમીતનું પાત્ર કરી રહી છે તે કહે છે, “દર વર્ષે હું અને મારો ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ અને આ વર્ષે પણ અમે એ જ પ્લાન કરી રહ્યા છીએ. આ દિવસ અમારા બંને માટે કંઈક ખાસ છે, કેમકે આ દિવસે હું કંઈપણ ઇચ્છા કરું તો તે તેને પૂરી કરે છે. મારો ભાઈ એક શેફ છે અને મને ખાવું ગમે છે, તો તે હંમેશા એ ધ્યાન રાખે છે કે, રક્ષાબંધન પર મારી પસંદગીની ડિશ બને. આ વર્ષે પણ હું મોટાભાગે શૂટિંગ કરી રહી છું, તો હું શૂટિંગ પર જતા પહેલા કે પાછી આવીને તેને રાખડી બાંધીશ. આવી રીતે અમે ઉજવણી કરીશું.”

ઝી ટીવીના પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં શિવનું પાત્ર કરતો, અર્જુન બિજલાની કહે છે, “મારે એક ભાઈ છે, નિરંજન અને પિતરાઈ બહેન છે, રોહિણી અને હું એટલું જ કહીશ કે, તેના માટે હું કંઈપણ કરી શકીશ. તે મારી લાઈફલાઈન છે, તેમના વગર હું મારા જીવનને વિચારી નથી શકતી. બીજા ભાઈ-બહેનની જેમ, અમારા જીવનમાં પણ ઝગડા અને મતભેદો છે જ, પણ અમારી વચ્ચેના પ્રેમથી ઓછું નથી.

હું સૌથી મોટો છું, તો તે બંને મારા માટે મારા બાળકો જેવા છે. હું તેમનું ખૂબ જ ધ્યાન રાખું છું. મને યાદ છે, જ્યારે તે ભૂલ કરતા તો મારા માતા-પિતાને જરા પણ તેમને ખિજાવા ન દેતો. જ્યારે તેમને કંઈપણ કહેવું હોય કે કોઈ સલાહ જોતી હોય તો તેઓ મારી પાસે આવે છે, એ મને ખૂબ જ ગમે છે, મને લાગે છે કે, એક મોટાભાઈ તરીકે મેં કંઈ સારું કામ કર્યું છે. આ રક્ષાબંધન અમે એક ગેટ ટુગેધર કરીશું અને એકબીજાની સાથે થોડો સમય વિતાવીશું. દરેક ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના.”

શ્રેણુ પરિખ, જે ઝી ટીવીના મૈત્રીમાં મૈત્રીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા મતે રક્ષાબંધન એટલે એક એવો દિવસ જ્યારે આખો પરિવાર મળીને સ્વાદિષ્ટ વાનગી માણે અને ખુશીથી ઉજવણી કરવી. તે ભાઈ-બહેનની વચ્ચેના એક અલગ જ બંધનને પ્રતિબિંબિત કરે છે, જે કાળજી, આદર અને ભક્તિના મૂલ્યોનું પ્રતિક છે. તે અનન્ય અને બદલી ન શકાય તેવા સંબંધોનું હૃદયસ્પર્શી રિમાઇન્ડર છે, જે આપણા જીવનને આકાર આપે છે.

હું મારી જાતને નસીબદાર સમજું છું કે, મારા જીવનમાં મારો ભાઈ શુભમ છે અને મારા માટે તે મારી દુનિયા છે. મને યાદ છે, જ્યારે અમે નાના હતા ત્યારે, અન્ય ભાઈ-બહેનની જેમ અમે પણ બહુ લડતા હતા, પણ તે જાણએ અમારી સામે આખી દુનિયા જેવું હતું, અમે ભલે લડતા હોય તો પણ અમે ટીમ બનાવતા હતા, આજે પણ અમે લડીએ, અમારી વચ્ચે મતભેદ પણ હોય છે, પણ અમે હંમેશા એકબીજાની સાથે ઉભા રહીએ છીએ.

તે યુએસએમાં રહે છે, તો અમારા તહેવારો પરિસ્થિતિને અનુકૂળ હોય છે. આ વર્ષે, હું આ દિવસે તેને મળીને તહેવાર ઉજવવા ઇચ્છું છું. પણ, મેં તેને એક ‘રાખડી’ મોકલી આપી છે, જેથી એ દિવસે તેનું કાંડુ ખાલી ન રહે! જ્યારે તે કામ પર તેને પહેરે ત્યારે તેના મિત્રોને તે વધુ ખાસ લાગે છે! આ ખાસ પ્રસંગે, હું બધાને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.”

સંભાબના મોહન્તિ, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં દામિનીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “રક્ષાબંધનએ એક બહેન ભાઈના હાથે પ્રેમ, રક્ષણ અને જીવનભરની પ્રતિબદ્ધતાના નામરૂપે રાખડી બાંધે છે. પણ હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું,

તો આ દિવસ હું મારા પિતરાઇ ભાઈ બહેનની સાથે ઉજવું છું. મારા માટે તેઓ મારા ભાઈ અને બહેન જેવા જ છે, અમે અલગ-અલગ શહેરોમાં જીવીએ છીએ, તો એકબીજાને મળવું મુશ્કેલ છે. જો કે, હું હંમેશા તેમને રાખડી અને ભેટ મોકલું છું. તે મારા માટે મારા મિત્રો જેવા છે અને જ્યારે પણ અમે મળીએ તો, અમારા માટે કંઈ બદલાતું નથી. આ વર્ષે હું મારા ઘરે જઈશ તો, હું તેમને આ વખતે મળી શકીશ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.