Western Times News

Gujarati News

ભરૂચના યુવાનની દક્ષિણ આફ્રિકામાં હત્યાથી વતનમાં માતમનો માહોલ

(પ્રતિનિધિ) ભરૂચ, દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી રહે છે.ત્યારે દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે.આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે.

આ હુમલામાં ભરૂચના યુવાએ જીવ ગુમાવતા પરિવારજનોમાં માતમનો માહોલ સર્જાયો હતો.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા નજીકના એક ટાઉન માં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી.બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.વાત મારામારી સુધી પહોંચી હતી અને સ્થાનિક કે જેમની કાર સાથે ગુજરાતી યુવાન આસિફભાઈ લિયાક્તની કારની ટક્કર થઈ હતી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.

સ્થાનિકોના વાહન સાથે અકસ્માતની સામાન્ય ઘટનામાં સ્થાનિક યુવાનો ભરૂચના મનુબર ગામના આસિફભાઈ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

સ્થાનિક અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી.તકરાર દરમ્યાન ભરૂચના મનુબર ગામના આસિફભાઈ લિયાક્તને છરીના ઘા ઝીંકી દેવતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.જેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં ભારતીય યુવાનો સમયાંતરે હુમલાનો શિકાર બનતા રહે છે.નજીવી બાબતે અને કેટલીકવાર નિષ્કારણ આ હુમલાઓમાં જીવ ગુમાવે છે.ત્યારે વિદેશમાં રોજગારી માટે ગયેલા ભારતીયો યુવાનોના ઉપર વધતા હુમલાની આ પ્રકારની ઘટનાઓથી પરિવારજનો ચિંતિત બન્યા છે.જે ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.