Western Times News

Gujarati News

ગોધરાઃ કારમાં આકસ્મિક રીતે આગ-ગાડીમાં બેઠેલા લોકો બચી ગયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ગોધરા બસ સ્ટેશન નજીક પશુ દવાખાના પાસે ગત મોડી રાત્રે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડીમાં કોઈ કારણોસર આકસ્મીક રીતે આગ લાગતા સદ્દનસીબે ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ગાડીમાં આગની ઘટનાને લઈ ફાયર બ્ગિેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ગોધરા લાલબાગ બસ સ્ટેશન રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાસે ગત મોડી રાત્રે રોડ પર ઈકો ગાડીમાં કોઈ કારણોસર આકસ્મીક આગ લાગી હતી. ઈકોગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર લોકોનો આબાદબચાવ થયો હતો. સતત ટ્રફિકથી ધમધમતા રોડ ઉપર ઈકો ગાડીમાં આગ લાગતાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી.

ગાડીમાં આગની ઘટનાને લઈ પોલીસ અને ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરો દ્વારા ગાડીમાં લાગેલ આગને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.

રક્ષાબંધનના પર્વને લઈ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડતા ભારે ટ્રાફિક જામ હોય તેવામાં બસ સ્ટેશન રોડ જેવા જાહેર માર્ગ ઉપર, આગની ધટના બનતા પોલીસ દ્વારા ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.

પશુ દવાખાના પાસે ઈકો ગાડીમાં લાગેલ આગને લઈ રોડની બન્ને સાઈડોમાં ભારે ટ્રફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બસ સ્ટેન્ડ ના જાહેર હાઈવે’ રોડ ઉપર ઈકો ગાડીમાં લાગેલ આગમાં સદ્દનસીબે કોઈ જાનહાની ન થવા લોકોએ હાશકારો અનુભવયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.