શ્રીલંકાની જેલમાં ગેંગવોર -4 ગાર્ડ અને 21 કેદીનાં મોત: 100 થી વધુ ઘાયલ
પ્રતિકાત્મક
કોલંબો, શ્રીલંકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં જેલમાં ફાટી નીકળેલા ગેંગવોરમાં ૪ ગાર્ડ અને 21 કેદીઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
શ્રીલંકામાં છેલ્લા ૬ વર્ષ કરતાં પણ વધુ સમય બાદ કોઈ જેલમાં ફાટી નીકળેલી આ સૌથી મોટી હિંસા છે. એક અહેવાલ અનુસાર રાજધાની કોલંબોમાં મુખ્ય જેલમાં ડ્રગ્સના ધંધા સંબંધિત બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી.
હિંસા બાદ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં ૨૩ મૃતદેહો લવાયા હતા અને ૧૦૦થી વધુ કેદીઓ અને ગાર્ડને સારવાર માટે દાખલ કરાયા હતા. ઘણા લોકોને ગોળી વાગી છે જ્યારે અમુક લોકોને માર કાટ અને ગંભીર ઈજાઓ પહોંચી છે.
