રિસામણે ચડેલા વરસાદને લાવવા કર્ણાટકમાં ગર્દભના લગ્ન કરાયાં!
(એજન્સી)બેગ્લુરુ, કર્ણાટકના બેલગાવી જીલ્લાના મુન્યાલ ગામના રહેવાસીઓએ રવીવારે વરસાદની આશામાં બે ગધેડાના લગ્ન કરાવીને સદીઓ જુની એક લોક પરંપરાને જીવીત કરીહતી.
મુદલાથી તાલુકાના હનુમાન મંદીરમાં આ પ્રતીકાત્મક લગ્ન કરાવવાના આવ્યા હતા. ગ્રામીણોને અતુટ વિશ્વાસ છે કે તેનાથી વર્ષાના દેવતા પ્રસન્ન થાય છે. અને સારો વરસાદ વરસે છે. કાંતેલશ નામના વરરાજા અને કસ્તુરી નામની નવોઢા ગર્દભના સંપૂર્ણ્ રીતીરીવાજા સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ દરમયાનગ્રામીણો વરવધુના પરીવારો બન્યા હતા.
અને સૌએ પરંપરાગત રીતે ઉત્સવ માનવીને તેમને આશીર્વાદ આપ્યા હતા. સોશીયલ મીડીયા પર લગ્નનું આમંત્રણ કાર્ડ વાયરલ થવાથી આ અનોખું આયોજન ચર્ચામાં આવી ગયું હતું. પરંતુ સ્થાનીક લોકો માટે આ લગ્નનું અનેરું મહત્વ હતું. ચોમાસું નબળું પડવાને કારણે ખેતી હાલ ઠપ પડેલી છે. અને તેવામાં વરસાદ પર આધાર રાખનારા ખેડૂતોનું આ પગલું તેમની અતુટ આસ્થા અને લાચારી બંનેને દર્શાવે છે.
કે આડે ભલે લોકો હવામાન માટે આધુનીક પુર્વાનુમાનંનો પર વિશ્વાસ કરતા હોય પરંતુ ગ્રામીણ કર્ણાટકન કેટલાક ભાગોમાં ગંદર્ભનો લગ્ન કરાવવા જેવી પરંપરાઓ આજે પણ જીવંત છે. અહી જયારે પણ ચોમાસું દગો આપે છે. ત્યારે લોકો આ સદીઓ જુની પ્રથાઓને અપનાવવાનું શરૂ કરે છે. કર્ણાટકના પડોશી રાજયોમાં હાલ ભારે વરસાદ થઈ રહયો છે.
બંગાળના અખાત પર સર્જાયેલું લો પ્રેશર એક વધુ ઓછા દબાણના ક્ષેત્રમાં બદલાઈ ગયું છે. જેના કારણે આવનારા દિવસોમાં ઓડીશા અને પશ્ચિમ બંગાળમા ભારે વરસાદ થવાની સંભાવના છે. કર્ણાટકના ગ્રામીણોનું માનવું છેકે ગદર્ભાના લગ્ન કરાવવાની વરૂણ દેવતા તેમના પર રિઝશે અને તેમના ગામમાં જલ્દી વરસાદ વરસશે.
